________________
આગમત એટલે ટૂંકમાં એમ કહી શકીએ કે તેઓ માસ-કલ્પ મર્યાદાને પણ વિચ્છેદ અને શ્રાવક પ્રતિમાને પણ વિચ્છેદ માનીને પિતાને કેવળ ઉચ્છેદ કટિમાં જ મેલે છે અને તે ઉચછેદકપણાના અભિપ્રાયને લીધે જ શ્રી પંચાશક પ્રકરણની ટીકા કે જે ભગવાન અભયદેવસૂરિજીએ કરેલી છે અને જે ભગવાન અભયદેવસૂરિજી ને તે ખરતરવાળાઓ પિતાના ખોટી રીતે મહંત તરીકે માને છે, તે ભગવાન અભયદેવસૂરિજીના ટીકામાં કહેલા આચરવા અર્થવાળા ખુદ શાસેથા ચાણના એવા ચેખા પદના અર્થને પલટાવવામાં પિતાની પરવિચક્ષણતા તારવે છે.
શ્રી જિનવલભસૂરિ ભગવાન અભયદેવસૂરિજીના પટ્ટધર છે. ઉપરના અધિકારમાં બેટી રીતે ભગવાન અભયદેવસૂરિજીને પિતાના ગચ્છના મહંત માનવાનું લખ્યું છે, તે એટલા જ માટે કે ભગવાન અભયદેવસૂરિજીના કાલધમપછી વીસી કરતાં વધારે વર્ષનું આંતરું પડયા છતાં શ્રી જિનવલ્લભસૂરિને અભયદેવસૂરિના પટ્ટધર બનાવવાનું ધારે છે, એટલું જ નહિ પણ ભગવાન અભયદેવસૂરિજીએ પિતાની પાટે બિરાજમાન કરેલા શ્રીમાન વર્ધમાન આચાર્યથી સંબંધ નહિ લેતાં શ્રી અભયદેવસૂરિજીની પાટે નહિ આવેલા એવા શ્રી પ્રસન્નચંદ્રસૂરિ અને તેમના શિષ્ય શ્રી દેવભદ્રથી સંબંધ કરીને શ્રી જિનવલ્લભસૂરિને ભગવાન અભયદેવસૂરિજીના પટ્ટધર શિષ્ય તરીકે બનાવવા માગે છે.
ખુદ શ્રી જિનવલ્લભસૂરિ ૧૧૬૯ની સાલ સુધી તે પિતાને કૂર્ચ પુર ગચ્છના શ્રી જિનેશ્વરાચાર્યના શિષ્ય તરીકે જાહેર કરે છે,
વળી ૧૧૩૭માં શ્રી જિનવલ્લભસૂરિને માટે વિશેષ આવશ્યકની કેાચાર્ય વાલી ટીકાની પ્રત લખનાર શ્રી નેમિકુમાર કે જેઓ શ્રી જિનવલ્લભસૂરિના અનન્ય ભક્ત હતા હતા, તેઓ પણ તે ટીકાને અંતે શ્રી જિનવલભસૂરિને ફેંચપુર ગચ્છના અને કૂચીપુર ગચ્છીય શ્રી જિનેશ્વરાચાર્યના શિષ્ય તરીકે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરે છે.