________________
પુસ્તક ૧-લું સંબંધી અને અન્યાયી લેકે તરફથી અન્યાયના ક્ષતેથી બચાવ કરનારી પ્રવૃત્તિ સંબંધમાં ફરજ બજાવવાની જરૂર ઉભી થઈ તેમાં હજી કલિકાલની માફક અવસર્પિણીના પ્રભાવની શરૂઆત જેવું હોવાથી લેકોને ન્યાયમા સ્વયંસિદ્ધ હતો, એમ માનવું ખોટું નથી, અથવા અન્યાયની પ્રવૃત્તિને જે નાશ કરવામાં આવે તે ન્યાય પ્રવૃત્તિ આપોઆપ સિદ્ધ રહે છે. અર્થાત તે વખતની અપેક્ષાએ અન્યાયને રષ એ જ ન્યાયને માર્ગ એમ કહીએ તે તે ખોટું નથી.
કે અન્યાય અને ન્યાય અને માર્ગ એક બીજાથી જુદા જ છે. જગતમાં સુખ અને દુઃખ બંને જુદાં છે, તેમ અન્યાય અને ન્યાય અને સ્વતંત્ર રીતે જુદાં જ છે. જેમ સુખ એ દુઃખના અભાવરૂપ નથી અને દુઃખ એ પરમસુખના અભાવરૂપ નથી. જડ. પદાર્થોમાં દુખ નથી, તેથી સુખ છે, એમ નથી, તેમ સુખ નથી. એટલે દુઃખ, એમ પણ નથી. તેનું કારણ એ જ કે તે સુખ અને દુઃખ બંને સ્વતંત્ર પદાર્થો છે, તેવી રીતે ન્યાયનો અભાવ તે ન્યાય. નથી તેમ અન્યાયને અભાવ તે ન્યાય પણ નથી.
કારણ કે અન્યાયમાં દયા દાન પ્રામાણિકતા આદિ ગુણેને કેવલ અભાવ હોય છે, તેમ નહિ પણ હિંસકતા. લોભ, આવેશ આદિ વિકૃતિ કારણ બને છે, એમ છતાં પણ જેમ રેગી મનુષ્ય રેગોના દુઃખ ન થાય. અર્થાત્ શમી જાય ત્યારે સુખ માને છે અને આરોગ્યવાળે મનુષ્ય આરોગ્યને અંશે અભાવ થવાવી દુઃખ માને છે. તેવી રીતે પૂર્વકાલથી સ્વાભાવિક રીતે જીવની ઉત્તમતા. લીધે ન્યાયની પ્રકૃતિ ચાલતી હતી, તેમાં અન્યાયી લેકમાં અધમ વર્તનથી અન્યાયનો હાહાકાર થઈ ગયો. અને તેથી જેમાં જગતમાં આરોગ્ય સાચવવાના સાધને સરકાર કે રાજા તરફથી પૂરા પાડવામાં ન આવે તે પણ રોગની જડ નાબુદી કરવાને કટિબદ્ધ થવામાં આવે છે. તેવી રીતે ભગવાન શ્રી રાષભદેવજીને ન્યાયના સાધને