________________
આગમત સિદ્ધિને માર્ગે પ્રવર્તેલા મહાનુભાવ પુરૂષની પ્રતિકૂળતા કરવાથી પણ સિદ્ધિપદની પ્રાપ્તિનું આંતરૂં અનન્ત ઉત્સર્પિણ થઈ જાય છે, પણ આવા જ ઘણાજ અલ્પ હોય છે,
શાસકારા પણ ફરમાવે છે કે અપ્રતિપાતીસમ્યકત્વવાળા સંખ્યાતકાલ–પ્રતિપાતી સમ્યકત્વવાળા અને અસંખ્યાતકાલપ્રતિપાતી સમ્યક્ત્વવાળા જીની ગણતરીની અપેક્ષાએ અનન્ત કાલ સુધી સમ્યકત્વ પામીને પણ રખડવાવાળા જ ઘણાજ અપ છે.
એટલું છતાં એ તે ચોક્કસ છે કે એક વખત એક ક્ષણ પણ જે સિદ્ધિપદની તમન્ના થઈ અને સિદ્ધિપદ શિવાય અન્ય કોઈ પણ સાધ્ય છે જ નહિં, એનિશ્ચય જે જીવને થઈ ગયે તે તે જરૂર સિદ્ધિપદને મેળવવા વાળ જ થાય, અર્થાત્ એમ કહીએ તે ચાલે કે દુનિયામાં મનથી મોતીના ચેક પૂરાય તેની કિસ્મત નથી, પણ ભગવાન જિનેશ્વર મહારાજના આ શાસનમાં તે મનના પણ મેતીએ પૂરેલા ચાક સાચા ઠરે છે. અને આમ હોવાથી તો શાસ્ત્રકારે પણ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે કોઈ પણ કાલે મુક્તિને નહિં પામનારા એવા અભવ્યજીને કઈ દિવસ પણ સિદ્ધિપદની તમન્ના તે શું? પણ સિદ્ધિપદની માન્યતા પણ થાય નહિ. સિદ્ધિપદની તમન્નાને ભવ્યત્વ સાથે સંબંધ
આ જગે પર એક વસ્તુ બરોબર સમજવા જેવી છે, અને તે એ કે સિદ્ધિપદને ન માનનાર અગર બ્રિતિપદની તમન્ના નહિ રાખનાર અભવ્યજ હોય એ નિયમ નહિં, પણ સિદ્ધિપદને માનનાર અથવા તેની તમના રાખનાર જીવ તે ભવ્યજ હોય એ ચોક્કસ છે. અર્થાત્ ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય એ ચોક્કસ ખરું. પણ તેથી ધૂમાડે ન હોય ત્યાં અગ્નિ ન હોય એ નિયમ નહિ.