________________
પુસ્તક ૩-જું
છતાં અહિંસાદિક પદાર્થો એટલા બધા શુદ્ધ અને પવિત્ર છે કે તેઓનું સ્વરૂપ અને ભેદ વિગેરે સંબંધી ભિન્નતા છતાં પણ અહિંસા વિગેરેની ઉત્તમતામાં કેઇ પણ જાતને મતભેદ રહેતું નથી.
એટલે અહિંસા વિગેરેવાળું અંતઃકરણ વ્યવહારથી શુદ્ધ અંતકરણ છે એમ કહી શકાય.
પરંતુ શુદ્ધદષ્ટિએ વિચારતાં વાસ્તવિક શુદ્ધ અંતઃકરણ -ત્યારે જ કહેવાય કે જ્યારે સાચી માન્યતા ધરાવવા સાથે શુદ્ધ દેવ ધર્મ અને ગુરૂની ઉત્તમતા અંતઃકરણમાં વસાવી અહિંસાદિના માર્ગે પ્રવર્તવાનું થાય.
ઉપરની હકીકત જ્યારે ધ્યાનમાં લેવામાં આવશે ત્યારે શાસ્ત્રકારે ધર્મનું જે વરૂપ જણાવે છે તે સત્ય તરીકે લક્ષ્યમાં આવશે.
શાસ્ત્રકારો ધર્મના સ્વરૂપને અને ફલને જણાવતાં સ્પષ્ટપણે કહે છે કે
મૈત્રી આદિ (મૈત્રી, પ્રમેહ, કારૂણ્ય અને માધ્યશ્ક) ચાર ભાવનાએ વાસિત અંતઃકરણ હોય અને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ અનુષ્ઠાન થાય તે તે અનુષ્ઠાનને ધમ કહી શકાય,
આ ધર્મ શું કાર્ય કરે છે? તે જણાવતાં શાસકારે કહે
ધર્મના ફલ બે પ્રકારે છે.
એક ફલ તો કોઈપણ કારણ અને સંગે જીવે પહેલાં દુર્ગતિને લાયકનાં કર્મો બાંધ્યાં હોય તે તેને નાશ કરી તે જીવને દુતિમાં પડતાં બચાવી લે એ છે.
દુર્ગતિથી બચાવ એટલું જ એક ફલ નહિ, પરંતુ
અત્યન્ત-સુખમય અને નિત્ય-સુખમય એવા સ્થાનકે તે ધર્મ કરનારા જીવને દાખલ કરો અગર દાખલ કરવાનાં સાધને મેળવી આપવા, એ પણ ધર્મનું જ ફળ છે.