SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ' સુજ્ઞ વિવેકી આગમતત્વની જિજ્ઞાસાવાળા પુણ્યશાળી મહાનુભાવો હંસ-ક્ષીર ન્યાયે આમાંથી સારું જે છે તેને સ્વીકાર કરી શ્રુતભક્તિના હાર્દિક ઉત્સાહપૂર્વકના ભારા ભાવને સફળ કરે અને જે કંઈ ખલનાઓત્રુટિઓ રહી જવા પામી હોય તેનું સૂચન મારા જીવનમાં અજાણતાં પણ શ્રતજ્ઞાનની આશાતનાને ભાર ન વધી જાય, તે અંગે ભાવદયાનું વલણ દાખવી હાર્દિક વાત્સલ્યનો પરિચય આપે, તેવી નમ્ર પ્રાર્થના છે. પ્રસ્તુત સંપાદન કાર્યમાં ખાસ કરીને હાર્દિક મમત્ત્વ દાખવી દરેક રીતે અપૂર્વ સહકાર આપનારા નીચેના મહાપુરુષ છે. શાસન પ્રભાવક પૂ. આ શ્રીહેમસાગરસૂરીશ્વરજી મ. પૂ. આગમોદ્ધારકશ્રીના પરમ વિનય શ્રી સિદ્ધચક્રારાધન-તીર્થોદ્ધારક શ્રી વર્ધમાન તપ પ્રચારક-આગમોના પ્રૌઢ વ્યાખ્યાતા તપોમૂર્તિ સ્વ. પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજીના પટ્ટવિનેય શાંતમૂર્તિ વ્યાખ્યાન વાચસ્પતિ શાસનપ્રભાવક પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. પૂ. આગમોદ્ધારકશ્રીના સર્વ પ્રથમ શિષ્ય પૂ. પં. શ્રી વિજયસાગરજી મ, ના શિષ્યરત્ન પ્રૌઢ પુણ્યપ્રતાપી શાસનપ્રભાવક સ્વ પૂ. ગણી શ્રી લબ્ધિસાગરજી મ. (જેઓએ આર્થિક સહયોગ માટે સંપૂર્ણ કાળજી રાખી અને સંપૂર્ણ રીતે નિશ્ચિંત બનાવેલ જેઓ ચાલુ વર્ષના અષાડ સુદી ૭ ની રાત્રે નશ્વર દેહને ત્યાગ કરી સ્વર્ગે સિધાવી ગયા, તેને કારમો ઘા સંપાદકના હૈયામાં હજુ સુધી તાજો જ છે.) પૂ. આગમ દ્વારકશ્રીની નિશ્રામાં રહી અનેક આગમિક પદાર્થોની જાણકારી મેળવવા સાથે પાલિતાણા, સુરતના આગમમંદિરની ભવ્યતાના સર્જક પૂ. આગમોદ્ધારકશ્રીના ઉપસંપદા પ્રાપ્ત અંતેવાસી પૂ. ધર્મસ્નેહી ગણશ્રી કંચનસાગરજી મ. પૂ. કર્મગ્રંથાદિવિચાર ચતુર ધમસ્નેહી ગણે શ્રી સૂર્યોદયસાગરજી મ. જેઓએ આગમતના સંપાદનની સઘળી જવાબદારી ઉઠાવી વ્યવસ્થિત રીતે અદા કરવાની સાથે અનેક બાબતોમાં મારી બિનઆવડતને પણ મૂંગા ભાવે સહન કરી સલુકાઈથી દૂર કરવાની જહેમત લેનાર,
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy