________________
@gઇ low nu like I, R વ્યાખ્યાન–૧૯
સં. ૨૦૦૨ના આ
વ. ૫ વાર મંગળ તા. ૧૫-૧૦ ૪૬
पचनाराधनया खलु
શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ષોડશક નામના પ્રકરણની રચના કરતા આગળ સૂચવી ગયા કે
આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી ભવનું ભ્રમણ કરી રહ્યો છે. જન્મ-મરણના ચક્કરમાં ચડીને આંટા મારી જ રહે છે, પરંતુ તેનું ભાન મનુષ્યભવ પામ્યા સિવાય કે આસ્તિકપણું મહ્યા સિવાય કઈ ભવમાં આવ્યું નથી.
કેમ કે આસ્તિકપણું આવ્યા સિવાય આ જીવન જેલ જેવું રહે છે. જેલમાં જેમ અંદર દૃષ્ટિ જાય પણ બહાર જાય નહિ. શહેરના બચાવ માટે જેટલા કિલા હોય તેના કરતાં જેલ ના કિલ્લા મોટા હોય છે, તેમ આ જીવ જ્યાં સુધી મનુષ્યપણુમાં આસ્તિકમાં આવ્યા નથી, ત્યાં સુધી ચાલુ જીવન સિવાય ભૂતભવિષ્યના જીવનની દૃષ્ટિ હેતી નથી. ભૂત-ભવિષ્યના જીવનની દષ્ટિ માત્ર આસ્તિકતા ધરાવનારે જે હોય તેને હેય. તે સિવાય કોઈને હેતી નથી.
જ્યારે ભૂત-ભવિષ્યના જીવનની દષ્ટિ આસ્તિક સિવાય થતી નથી, તે આત્માની સ્વયં શુદ્ધપણાની દષ્ટિ હયાત હોય જ શાની ?