________________
પુસ્તક ૧-લું જેમ માતાપિતા અને સગાં-સંબંધીઓ અનુકૂળતાવાળા હોય છે અને તેથી તેવા અનુકૂળ સંગવાળાને જીવનનિર્વાહ ઘણું જ સહેલાઈથી અને સુખેથી થાય છે.
તેવી રીતે અથવા જેમ ભાગ્યવાળા બાળકને ગર્ભમાં આવી તે જન્મ પામવાની પહેલાંથી માતાના સ્તનમાં દુગ્ધ પરિણમી જાય તેવી રીતે તે યુગ્મીઓના વખતમાં સકલ જીવનનિર્વાહના સાધને કલ્પવૃક્ષ દ્વારા થતાં હતાં.
પણ એટલી વાત જરૂર છે કે ઘણે ભાગે સંગ્રહવૃત્તિ અને સંકોચશીલતા એ બને ગુણ ગણે કે અવગુણ ગણે પણ તેને જન્મ વસ્તુની ગ્ય પ્રાપ્તિના અભાવને જ આભારી હોય છે. તેથી દુષમ અવસર્પિણીકાળને લીધે તે યુગ્મીઓને પુણ્યની ખામીને લીધે પ્રાપ્તિની ઓછાશ થઈ અને તેથી સંગ્રહશીલતા અને સંકુચિતવૃત્તિ જન્મે એ સમજી શકાય તેમ છે.
નીતિની જરૂરીયાત અને તેથી જાતિભેદ :
સામાન્ય દષ્ટિવાળે પણ સમજી શકે તેમ છે કે સંગ્રહશીલતા અને સંકુચિતવૃત્તિ જ્યારે આત્મામાં જન્મે છે ત્યારે માત્ર યથાન્યાયે મળેલી જ વસ્તુથી સંતોષ માનવાને રહેતા નથી. અથવા તે રહે અસંભવિત છે. તેથી યથાન્યાયે મળતી વસ્તુઓથી સંતેષ ન થાય ત્યારે અથવા અન્યાયથી પણ વસ્તુ મેળવવા મનુષ્યનું માનસ મંથન કરે અને તેવી રીતે અથવા ન્યાય મેળવવા મથતું માનસ પ્રસંગ આવ્યાથી અથવા ન્યાયની પ્રવૃત્તિને આદરવા અને વધારવા તૈયાર થાય છતાં એવે વખતે યથાન્યાયે વસ્તુ પ્રાપ્ત કરનારાઓને પણ પિતાની વસ્તુઓનો બચાવ કરવા માટે કંઈક ન રસ્તે શોધ પડે, અને જ્યારે એવી રીતે રસ્તાના બચાવ માટે શોધ કરાતી હોય ત્યારે વધુ અક્કલવાળો મનુષ્ય તેવા અધમવૃતિવાળાથી બચવા માટે હરેક તરીકે ઝખે તે સ્વાભાવિક છે. અને તેથી ભગવાન શ્રી ઋષભદેવજી મહારાજના કરતાં પહેલાના વખતમાં પણ આવસર્પિણના હલાથી બચાવ માટે કુલકરોરૂપી શિક્ષક દ્વારા વ્યવસ્થા શરૂ થઈ ગઈ હતી. પણ એમ જણાય છે કે એ હાકાર આદિથી ગુન્હેગારને શિક્ષા કરવાની પદ્ધતિ હતી.