________________
પુસ્તક ૧-લું
૪૧. કે જ્યારે પ્રજાનું જરૂરી પિષણ પુરું પાડવામાં આવે, અર્થાત્ રક્ષાની ફરજ બજાવવા તૈયાર થયેલે મનુષ્ય જે પિષણની ફરજને સમજે નહિ તે કહેવું જોઈએ કે મનુષ્ય જેમ કમએકકલને હાય અને પિતાના બાળકને વસ અને આભૂષણેથી શણગારે, પણ ખાનપાનને બંદોબસ્ત ન કરે અને જે લોકોમાં હાંસીને પાત્ર થાય, તેમ અહી પણ રક્ષણની ફરજ ઉપાડનારને શિર તેના ઉદ્યોગની ફરજ આજીવિકાના નિર્વાહના સાધનને અંગે આવી પડે છે, અને તેવી રીતે રાજગાદીના આરોહથી રક્ષણ અને રક્ષણને અંગે જ પષણ અને પોષણને અંગે ઉદ્યોગ બતાવવાની ફરજ ભગવાનને આવી પડે તે અનિવાર્ય જ છે. શિક્ષાને અંગે પણ ઉદ્યોગની જરૂર :
વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે તે વખતના યુમિકેએ ભગવાન શ્રી ઋષભદેવજીને રાજા તરીકે જે પસંદ કર્યા છે, તેનું કારણ બીજું કંઈ નહોતું, પણ માત્ર હાકાર આદિ નીતિની મર્યાદાને પણ ઉલ્લંઘન કરીને જેઓ ગુન્હાઓ કરતા હતા અને ગુન્હાની ક્ષમા આપ્યા છતાં વારંવાર ગુન્હા કરવામાં જેઓ ટેવાઈ ગએલા હતા, તેઓના દમનને માટે એટલે શિક્ષાને માટે જ આવી રીતે યુશ્મિએના બચાવને માટે ગુન્હેગારોને સજા કરવાની ફરજ ભગવાન શ્રી ઋષભદેવજીને શિર આવેલી હતી. તેને દમન, પિષણ અને ઉદ્યોગ આદિની જરૂર છે.
બીજી બાજુ એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે ગુન્હાઓની ઉત્પત્તિ જો કે તૃષ્ણ અને આશક્તિને લીધે થાય છે, પણ તે સંખ્યા ઘણી ઓછી છે, પણ મોટી ગુન્હાઓની સંખ્યા તે નિરૂદ્યોગપણને આભારી છે.
વર્તમાનમાં પણ દેખીયે છીએ કે બેકારી વધે છે ત્યારે ગુન્હાઓની સંખ્યા ક૯પી ન શકાય તેવી રીતે કુદકે ભુસકે વધે છે, અને તેથી દરેક રાજ્યો પિતાની આબાદીને હિસાબ બેકારીના ઘટાડા ઉપર જ રાખે છે અને જે પિતાના રાજ્યમાંથી બેકારી જેટલી ટાળે એટલે તે રાજ્યને ઉદય કર્યો છે, એમ ગણાય છે. તેથી જ પ્રજા અને અધિકારીઓ પોતાના રાજ્યમાંથી બેકારી ટાળવાને ઉદ્યમ ખંત ધરીને કરે છે. અને તે બેકારી જેટલે અંશે ટળે છે કે ટળી