________________
૩૬
આગમત ભગવાન જિનેશ્વરોનું સનાનાદિક પૂજન કરાય તે જ તે ભાવસ્તવના કારણભૂત એવું દ્રવ્યતવરૂપ પૂજન ગણાય, એ હકીકત વાચકોના ધ્યાનમાં બરોબર લાવવા માટે ભગવાન જિનેશ્વરના પરોપકારને અંગે યુગની આદિમાં વ્યવહારમય જગતને બનાવનારા ભગવાન શ્રી ઋષભદેવજી મહારાજનું પરોપકારીપણું વિચારતાં ભગવાન ઋષભદેવજીએ લેકોના રક્ષણ અને કલ્યાણને માટે સ્વીકાર કરેલે રાજ્યા. ભિષેકને વિચાર આગળ આવી ગયેલ છે. હવે તે રાજ્યાભિષેક થયા પછી દુષ્ટોના દમનને માટે કઈ રાજ્યવ્યવસ્થા કરી? અને શિષ્ટોના પાલન પોષણને માટે ભગવાન જિનેશ્વરદેવે શી વ્યવસ્થા કરી? એને વિચાર હવે કરાય છે. કાયિકદમનની જરૂર અને તેને અંગે રાજાપણું :
ભગવાન શ્રી ઋષભદેવજીને રાજ્યની લગામ હાથમાં લેતાં જાનવરને સંગ્રહ કરવાની જરૂર જણાઈ. વાચકે આટલી વાત તે સમજી શક્યા જ છે કે ભગવાન શ્રી ઋષભદેવજીનું રાજ્યારોહણ વિષયના વિલાસ વગેરે માટે નહોતું પણ સામાન્યજીથી દમન ન પામે તેવા દુષ્ટ જીને દમવા માટે જ હતું.
વળી તે દુશે એવા હતા કે જેઓ વચનના દમનમાર્ગને ઓળંગી ગયેલા હતા. જે દુષ્ટો દમનના વાચિકમાર્ગને ઓળંગી ગયા હોય તેવાઓને સજજને પિતાની મેળે જ સીધા કરી લે એવો માનસિક દમનમાર્ગ તે હેય જ નહિ, પણ મધ્યમવર્ગમાં ઉપયોગી ગણાતે વાચિકદમનમાર્ગ પણ તેઓને હોય નહિ અને લેક તરફથી તેવાઓ માટે કદાચ તે વાચિકદમનમાર્ગ લેવામાં આવે તે પણ તે નિરર્થક જ છે.
આ વાત ધ્યાનમાં લઈશું તે સ્પષ્ટ માલમ પડશે કે કાયિકદંડની તીવશિક્ષાને પાત્ર બનેલા લેકેને માટે પણ શાસ્ત્રકાર કે ન્યાય કરનારાઓ અધમ શબ્દને ઉચાર નકામો ગણે છે. આવી રીતે માનસિક દમનમાર્ગ જે ઉત્તમ પુરૂષને માટે લાયક અને વાચિકદમનમાગ' જે મધ્યમ પુરૂષને લાયકને છે, તે બંને દમનમાર્ગોને ઓળંગી ગયેલા એટલે સંકલ્પને કાબુમાં ન રાખે અને હાકાર આદિ વાચિકદમનમાગને જેઓ ઓળંગી ગયા હતા તેવાએને માટે કાયિક દમનમાર્ગ શરૂ કરે જ પડે.