SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું શિષ્યનું પિષણ એ રાજ્યધર્મ : આવી યુગલિયાઓની સ્વાભાવિક વિનયવાળી વૃત્તિ, અને તે પણ ભગવાન ઋષભદેવજીને અંગે થયેલી જોઈ ઇંદ્ર મહારાજા અત્યંત પ્રસન્ન થયા અને તેથી શિષ્ટાન || જૈવ એ રાજનીતિના કહેવાતા બીજા નિયમને જાણે શિષ્ટાંનાં પોષનું જૈવ એમ ગણીને તે સફળ કરવા જ હોય નહિ, તેમ તે યુગલિયાઓની સર્વ પ્રકારે અનુકૂળતા કરી દેવી તેવી રીતે ઇંદ્ર મહારાજે વિચાર કર્યો અને તે જ વિચારને અંગે વિનીતા નગરીને નિવેશને સંબંધ પ્રાપ્ત થયા. તીર્થકર ભગવાનને રાજ્યઋદ્ધિ હોવી જ જોઈએ: ઈદ્રમહારાજાએ કેવળ ભગવાન ઋષભદેવજીને રાજ્યાભિષેક કર્યો એટલું જ નહિ, પણ શ્રી પર્યુષણ કલપસૂત્રમાં ભગવાન ભદ્રબાહુસ્વામીજી જેમ તીર્થંકરાનું રાજન્ય વિગેરે કુલેમાં આવવું જણાવીને પણ રાજ્યશ્રીને કરવા અને પાળવાવાળાં તે કુલ તેવાં જ જોઈએ, તેમજ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિજીના કરેલા વીતરાગસ્તાત્ર પ્રમાણે દરેક તીર્થંકર નરેન્દ્રશ્રી એટલે રાજલક્ષમીને અનુભવવાવાળા હેવા જ જોઈએ એ નિયમને અનુસરીને રાજ્યાભિષેકની સાથે રાજ્યઋદ્ધિની જરૂરીયાત ઈદ્ર મહારાજે ગણું હોય તે સ્વાભાવિક જ છે. શિષ્ટના પિષણમાં રાજઋદ્ધિની સફળતા દુષ્ટનું શિક્ષણ કરવા માટે ઉપયોગી ગણાતી રાજ્યઋદ્ધિ પણ સપુરુષનું પિષણ કરવા સિવાય સાર્થક ન બની શકે, કેમકે દુષ્ટોના શિક્ષણને માટે ઋદ્ધિની આવશ્યકતા ન હોય એમ કદાચ માની શકાય. જો કે તેમ સર્વથા માની શકાય તેમ તે નથી જ, કારણકે દુષ્ટોને ખેળવા માટે મનુષ્ય જોઈએ. દુષ્ટોના દુષપણાને નિશ્ચય કરવા માટે પણ મનુષ્ય જોઈએ. દુષ્ટને શિક્ષણ કરનારા પણ મનુ જોઈએ, તેમજ અત્યંત દુષ્ટોને દીર્ઘકાળ સુધી અપરાધ નહિ કરવાની હાલતમાં રાખવા અને કરેલા અપરાધની શિક્ષા જે જે થાય તેની સંભાળ રાખનારા પણ મનુષ્ય જોઈએ, છતાં એ દુષ્ટોના દમનમાં તેટલી ઋદ્ધિની જરૂર ન હોય એમ ગણીએ તે પણ શિષ્ટોન પિષણમાં સદ્ધિની ઘણુ જ જરૂરીયાત રહે.
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy