________________
૧૨
આગમત કબજે ન રહી શક્યા અને તેથી જ તેઓને પિતાને શિર કેઈક કાયિક શિક્ષણ કરનાર અર્થાત્ રાજા ધરાવવાની જરૂર પડી. નાભિ મહારાજાની મુશ્કેલી:
આ સ્થાને એક વાત ધ્યાનમાં રાખવાની છે કે –
ભગવાન ઋષભદેવજીની પહેલાં પણ તેઓશ્રીના પિતા મહારાજા નાભિજી હાકાર વિગેરેની નીતિ પ્રવર્તાવવા દ્વારા રાજા નહિ થયા છતાં પણ પ્રજાના શાસક હતા અને તેથી જ તે યુગલિયાઓએ મહારાજા નાભિ કુલકરની પાસે તેવા કાયિક શિક્ષણ કરનારા યાને અધિપતિ એવા રાજાની માંગણી કરી.
આ માંગણી યુગલિયાઓએ નાભિ મહારાજાની પાસે કરેલી છતાં નાભિ મહારાજા યુગલિયાપણુમાં જન્મેલા હેઈ થતા અપરાધની સર્વ રીતિઓ અને તેને માટે યથાયેગ્યપણે કરવા જોઈતા સર્વ કાયિક દંડેને તેઓ જાણી શક્યા ન હોય અને તેથી કાયિક શિક્ષા કરવા માટે યુગલિયાઓએ અધિપતિની માગણી તેને ના પહોંચી વળે તે સ્વાભાવિક જ છે. યુગલિયાઓની રાજાની માંગણીને ઉકેલ:
પણ તે યુગલિયાઓની માંગણીને પહોંચી વળવાની મુશ્કેલી નાભિ કુલકર મહારાજાને વધારે વખત પડી શકે તેમ નહતી. કેમકે પહેલા ભવના ચક્રવતી પણુના અનુભવવાળા અને ગર્ભથી મતિ શ્રુતજ્ઞાનની સાથે સંપૂર્ણ લેકનાડીના અવધિજ્ઞાનને ધરાવવા સાથે જાતિસ્મરણને ધારણ કરનારા ભગવાન ઋષભદેવજી જે પિતાના પુત્ર તરીકે હતા તેમનું યથાસ્થિત સ્વરૂપ છે કે કુલકર નાભિ મહારાજાના ખ્યાલમાં ન હતું, છતાં એટલું તે નાભિમહારાજાને નિશ્ચિત હતું કે આ ઋષભદેવ અન્ય સર્વ મનુષ્ય કરતાં બુદ્ધિમાં જબરદસ્ત છે. થકવતી પણાને અને શાસપદ્ધતિને ભગવાનને જ ખ્યાલ :
ધ્યાન રાખવાની જરૂર છે કેવર્તમાન વીશીમાં થએલા તીર્થકરોમાં પૂર્વભવના કેઈ પણ ચક્રવર્તી પણાવાળા હોય તે તે ફક્ત ભગવાન ઋષભદેવજી જ છે.