________________
પુસ્તક ૪ થું
ઉત્તર : જે તેવા પ્રકારની શંકા ધારણ કરે છે, તે માત્ર સમ્યફત્વને જ મલિન નથી કરતા, પરંતુ મિથ્યાત્વને પામે છે. ફરીથી
જ્યારે માર્ગે આવે ત્યારે જ તેઓ સમ્યકત્વ પામે છે. એવા પ્રકારના છને આશ્રીને શાસ્ત્રમાં સમક્તિના આકર્ષે કહ્યા છે, પરંતુ તેવા પ્રસંગે જેઓ મતિની દુર્બલતા વગેરેને વિચારી “રેવ સત્ય એ પ્રમાણે જે અવધારણ કરે છે, તેઓ અચલ અને અમલિન સમ્યક્ત્વવાળા જાણવા. આ ઉપરથી ઉત્સવપ્રરૂપણા કરવામાં તત્પર એવા મતાંતરીઓને પણ સમ્યફ વીપણું સ્થાપવા માટે જે પ્રયત્ન કરે છે, તેઓ તેનાથી પણ અત્યંત પાપી છે, એ હેતુથી તેઓ તે (ઉત્સવપ્રરૂપક)ની જેમ પણ શાસનથી દૂર કરવા જેવા જ છે.
પ્રશ્ન પ૭ : જે સામાયિક વગેરે આઠ નામ સામાયિકનાં જ છે, તે તે બધા નામોના દષ્ટાન્ત જુદાં જુદાં કેમ? કારણ કે દષ્ટાન્તમાં અભિધેયનું ભિન્નપણું છે.
ઉત્તર: એક જ જિનેશ્વર ભગવાનને રાગ વગેરેના પ્રતિકાર કરવાની ઈચ્છાવાળાઓ જિનપણ વડે કરીને (૧) નીરાગ જ્ઞાનની ઈચ્છાવાળાઓ વડે કેવલીપણે (૨) સર્વ દ્રવ્ય આદિ જ્ઞાનના અર્થીએ વડે સર્વજ્ઞાણે (૩) શાસન વધારવાની ઈચ્છાવાળાઓ અરિહંત પણે (૪) અને મેક્ષની ઈચ્છાવાળાઓ તીર્થંકરપણે (૫) એમ જુદા જુદા અભિપ્રાયવાળાઓ જુદા જુદા નામેથી આરાધે છે, છતાં તેવા તેવા ભાવથી તેની જ પ્રાપ્તિ થાય છે, તે દેખાડવા માટે દાન્તનું જુદાપણું અને અભિધેયનું જુદાપણું છે, આવી રીતે સમ્યગ્દર્શન અને જ્ઞાનના પર્યાયમાં નહિ. કહ્યું હોવા છતાં પણ સમજવું શકય છે.
પ્રશ્ન ૫૮ઃ (૧) જિજ્ઞાસા (૨) સંશય (૩) શંકા (૪) પ્રશ્ન અને (૫) કાંક્ષામાં શું તફાવત છે? અને (૬) જ્ઞાનાન્તર વગે. રેથી કાંક્ષા અતિચારને ઉત્પન્ન કરનાર કાંક્ષા મેહનીય કર્મનું વેદવું કેવી રીતે થાય? વળી તે કાંક્ષા શંકા અતિચાર કેમ નહિ અને (૭) સાંશયિક મિથ્યાત્વ કેમ નહિ?