________________
પુસ્તક ૩ જું ચારિત્રની પ્રાપ્તિ સાથેની લીધી છે. એટલું જ નહિં, પણ એ ઉપરથી તે એ નક્કી થાય છે કે સમ્યફરિત્ર વિનાની સમ્યગ્દર્શનસમ્યજ્ઞાનની આરાધના ગણી નથી. એટલે એક અંશે પણ એ સૂત્રથી ચારિત્રની અનાવશ્યકતા થવાની નથી ને થતી નથી.
આ વાત જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે વાચકોને એ શંકા પણ નહિ રહેવા પામે કે જેમ તત્વાર્થસૂત્રકારે સમ્યગદર્શનઆદિ ત્રણમાં પૂર્વ પૂર્વની પ્રાપ્તિએ ઉત્તર ઉત્તરની ભજનો જણાવી, તેવી રીતે અહિ શ્રી ભગવતીજીસૂત્રમાં આરાધનાના પ્રકરણમાં ભજનાની વ્યાખ્યા કેમ નથી કરી? અર્થાત્ સમ્યગ્દર્શનની આરાધના હોય અને સમ્યજ્ઞાન તથા સમ્મચારિત્રની આરાધના ન પણ હોય, તેમજ સમ્યજ્ઞાનની આરાધના હોવા છતાં પણ સમ્યફચારિત્રની આરાધના હેય પણ ખરી અને ન પણ હોય, એવી રીતે ભજના-વાળું વ્યાખ્યા કેમ ન કરી? આ શંકા નહિં રહેવાનું કારણ એ છે, કે સમ્મચારિત્રની આરાધના સિવાય સમ્યગ્યદર્શનની કે સમ્યજ્ઞાનની આરાધનાને શાસ્ત્રકારે માનતા નથી.
આ કારણથી ટીકાકારે પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે આ -સમ્યગ્દર્શન આદિની કરેલી આરાધના અને તેનાં ફલે જે કહેલાં છે, તે ચારિત્રની આરાધનાની સાથેની હેય તે થાય, આ સર્વ હકીકત સમજવા માટે ભગવતી સૂત્રકારે જે આરાધનાને સંભવે જણાવ્યું છે તે જરૂર સમજવા જેવું છે, શ્રીભગવતીજી સૂત્રકાર સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે કેઈપણ આરાધના કેઈપણ આરાધના વિનાની હેય નહિ, વળી ઉત્કૃષ્ટ આરાધનાને વિચાર કરતાં તે સાફ સાફ બીજી બીજી આરાધનાને નિયમિત ભાવ જણાવે છે. વળી -કેટલીક ઉત્કૃષ્ટ આરાધનાઓમાં તે અન્યની જઘન્યઆરાધના તે ન હોય, પણ મધ્યમ અથવા ઉત્કૃષ્ટ આરાધના હેય. કઈ ઉત્કૃષ્ટ આરાધનામાં કઈ આરાધના કઈ જાતની હોય છે, તે સમજવા માટે શ્રી ભગવતીજીને અનુસાર અપાતે આ કેઠો વિચાર.