________________
પુસ્તક ૨-જુ
૪૩ તેમ આ અજીવ પદાર્થ દુઃખ-સુખમાં, આ ભવ, પરભવમાં, ગત્યંતર બધામાં જોડે, ક્ષણવાર જુદે નહિ પણ છે અંતે હલકા કુળને, કુળવાળો નથી કે મારો ભાગી થાય. તેમ આ જેઓ આ ગ, જાય છે, સુખ-દુઃખ વગેરેમાં જોડે છતાં તે કજાત છે, જાત જડની છે, ચેતનની જાત નહિ. જડની જાતને મારે લાગતું વળગતું નથી. તે સાબીત કરવું પડે. તેની સાથે તે વર્તાવ કરે જઈએ. રાજ મુદ્રામાં તેનું નામ ઘલાય નહિ. સાક્ષીમાં એ નહિ. બીજા કુટુંબીઓ સાક્ષીમાં જોઈએ, રખાતને છોકરો સાક્ષીમાં જોઈએ નહિ. તેમ આ જિનેશ્વર ભગવાન જણાવે છે કે
આ અજીવ એ જગતના સ્વભાવ તરીકે, રખાતના છોકરા તરીકે વળગાડેલ વળગેલે છે, માટે તેનાથી સાવચેત રહેવું જોઈએ. બહારવાળાના સાવચેત કરતાં રખાતવાળાથી વધારે સાવચેતી રાખવી પડે. તેમ આ અજીવ તે રખાતના છોકરા જેવું છે. છતાં વધારે હકદાર થવા માંગે છે. જીવને હક પછી જડને હક પહેલે. જડ છે માટે તારામાં જેટલો દાખલ કરશે તેટલો તને નુકશાનકારક છે. જેમ રાજકુંવર રખાતના છોકરાને ભાગીઓ, ભાગીદાર ગણે તે નડે કુંવરને. તેમ તું ધ્યાન રાખજે કે આ રખાતને છે માટે તેને કેઈ દહાડે પણ હકદાર કે વારસદારૂમાં ભેળવીશ નહિ. માટે અજીવ તવ જણાવવાની જરૂર પડી.
અજીવ પાપ આશ્રવ બંધની સ્થિતિ આ થઈ. હવે આગળ વિચારીએ!
વાદીને વકીલ પ્રતિવાદીની દલીલ પુરાવા રજુ કરે તે તેડવા માટે, તેમ વાદી જે સાક્ષીઓ રજુ કરે તે હુકમનામામાં ભાગ આપવા માટે નહિ. સાક્ષી કેઈ દિવસ હુકમનામામાં હક્કદાર નહિ. સાક્ષી કેસને મજબૂત કરે છે છતાં હકદાર નથી. તેમ આ સંવર પુણ્ય નિજ રા તે બધા આપણુ મોક્ષ સાધવાના સાક્ષી. હુકમનામું થયા પછી સાક્ષીને સંબંધ કોઈ દહાડો નહિ. બજવણીમાં સાક્ષીને કઈ લઈ જતો નથી. હુકમનામા વસુલાત વખતે વકીલ શાક્ષી તેના ઘરે બેસે. સ્વતંત્ર પતે હકદાર. ન્યાયાધીશને હક નહિ.
તેમ અહિ કોઈ વસ્તુ જેમાં સંવર નિર્ભર પુણ્યને હક નહિ.