________________
३४
આગમત તેમ ચાલતાં ચાલતાં મનુષ્યપણાનો વિચાર કરીએ. જાનવર પણમાં હતા ત્યારે મનુષ્યપણું આવું સારું છે. આ કારણે છે હું મેળવું? તેમાંથી શું હતું? તે કહો કે કંઈ નહિ. શ્રોતાની અપે. ક્ષાએ પ્રકૃતિથી પાતળા કષાય દાનરૂચી મધ્યસ્થ ગુણે એ મનુષ્ય પણના કારણે સમજાવ્યા. શાસ્ત્રકારે છેવટે જણાવ્યું કે મનુષ્યપણું આટલેથી મળી શકશે. તિર્યંચમાં કયું સાંભળ્યું હતું ? કયું સમજ્યા હતા? કયું ધારીને કર્યું હતું? છતાં પણ મનુષ્યપણામાં આવ્યા; તે પણ ધુણાક્ષર ન્યાય માટે લાકડામાં ધુણે કરેલો અક્ષર તે અક્ષર તરીકે રહે છે. આ મનુષ્યપણું તે મળેલું રહે છે તેમ નથી પણ પાછે ઉથલે ખાય છે. મનુષ્યપણું મળ્યા છતાં તિર્યંચ વિકસેન્દ્રિય એકેન્દ્રિયમાં ઉતરી જાય.
અગીયારમા ગુણઠાણે ગયેલાને માટે નિગોદના દ્વાર ખુલ્લાં છે, ચૌદપૂર્વ આહારક શરીરવાળાને પણ દ્વાર બંધ નથી. ચોથું જ્ઞાન ઋજુમતિ મનઃ પર્યાયવાળો હોય તેને માટે બંધ નથી. કયા સિદ્ધા જવાના. જે ભવમાં ઉપશાંત મેહ થયે, ચૌદ પૂવ થયા, આહારક શરીરવાળો થયો, અજુમતિ મન:પર્યાયવાળો થયે તેના બીજે ભવે નિગદમાં ઉતરી જાય. તે પછી બીજા મનુષ્યને માટે તે શું કહેવું?
એ દ્વાર બંધ નથી એટલું જ નહિ પણ એકે ગતિ એકી સાથે અનંતા સંસારના સદાવાળી નથી. અનંત સંસારના સોદાવાળી હોય તે મનુષ્યગતિ.
કદાચ એમ કહેશે કે કેઈપણ કર્મ પ્રકૃતિ અનતી નથી. વધારેમાં વધારે સીતેર કાડાઝાડ સાગરોપમથી વધારે સ્થિતિ નથી. તે અનંત સંસાર બંધાયે શી રીતે? વાત ખરી, પરંતુ એ સીત્તેર વેદતી વખતે શું થાય ! એ સીત્તેર વેદ્યાં, સીત્તેર બંધાતી જાય. જેમ જેમ વેદે તેમ તેમ બંધાતી જાય. ક્યાં છેડે આવે ! સીત્તેર બંધાય તેમાં ચસકી શકો નહિ. તેનાથી સીત્તેર બંધાય તેમ અનંતા કાલ સુધી ચાલે. તેમાંથી સીત્તેરના બંધમાંથી આ જીવ ચસકી શકે નહિ.
તેટલું કરી શકે તે કેવળ મનુષ્ય. તે સિવાય કોઈ ગતિમાં એ. સ્થિતિ નથી.