________________
૨૮
આગમત શાસના વાક્યમાં આ તે વ્યવહારનું છે. આપણે નિશ્ચયમાં બેઠા છીએ. માટે શાસ્ત્રનું વચન વ્યવહારમાં કે નિશ્ચય એકલામાં! શાસ્ત્રનું વચન જે દુનિયાના વહેવાર તેને નયના નામે જડી દે છે. સીધું કહોને કે–કમના ઉદયથી નથી થતું. આમ સીધું કહી દે ને? જિનેશ્વર ભગવાનનું વચન જે મુદ્દાએ કહ્યું તે મુદ્દાએ આપણને પરિણમ્યું કે નહિ? જે મુદ્દાએ કહ્યું તે મુદ્દાએ હું રાખું છું. ગરબડ તિથિ ને ગરબડ વાર જેવું તે નથી કરતો ને ?
કેઈ ગામમાં એક-બે અક્ષર શીખેલો રહે છે. રોજ બે લાકડા મુકે, ચંદ્ર દેખીને એક લાકડું વધારે મુકે, એવી રીતે વાર માટે પણું લાકડું મુક્ત જાય. કેઈ વખત મનુષે આવ્યા તે વખતે લાકડા ગરબડવાળા થયા. કઈ પુછવા આવ્યા કે આજે કઈ તિથિ અને વાર છે.? ત્યારે તે કહે કે આજે ગરબડ તિથિ અને ગરબડ વાર છે. તેમાંના આપણે છીએ!
દુનિયાના સ્વાર્થ-આરંભાદિનાં કામ કરવા હોય ત્યારે શાસકાર તે નિશ્ચયનું કહે છે. આપણે વ્યવહારમાં બેઠા છીએ તે નહિ કહેતાં પાપમાં બેઠા છીએ, તે કહેને?
- હું નથી જાણતે તેમ કહીને ન્યૂનતા ન દેખાડાય. જાણપણું રાખવા માટે ગરબડ તિથિ ને ગરબડ વાર શબ્દ વાપર્યો એટલું જ તેમ આપણે જિનેશ્વરના વચને શા માટે? તેને વિચાર કઈ દહાડે કર્યો? માટે વિચાર કરો જે તમારા આત્માને પૂછે કે તને જે પ્રમાણે કહે છે તે પ્રમાણે પરિણમ્યું છે કે નહિ? જે વચન જે પ્રમાણે કહ્યું હોય તે પ્રમાણે પરિણમ્યું ન હોય તેને મરડીને બેલવામાં આવે તે કેટલું નુકશાન થાય તે માટે કમલપ્રભાચાર્યનું દ્રષ્ટાંત ધ્યાનમાં રાખશે.
કમલપ્રભાચાયે સાચેસાચું શાસ્ત્ર પ્રમાણે પ્રામાણિક કહ્યું હતું છતાં પણ પરિણતિ જુદાપણે કરવામાં આવી તે બાંધેલું તીર્થકર નામકર્મ તે ચાલ્યું ગયું. આઠ ભવે મોક્ષે જવાના હતા તેને બદલે ચોવીશીઓ રખડી ગયા કેમ? તે બન્યું એવું કે–જે બે જતણીઓને સંઘટ્ટો થયે. તે ઘેલી થઈને દોડતી આવી ને પગે પડી