SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ આગમત બધું કરે છે તેને ગુલામી ગણે છે? ના! એને સ્વાર્થ નથી. આપણું ફાયદા માટે કરે છે. આપણી ઈચ્છા વર્તન પ્રવૃત્તિ વિરૂદ્ધ બધું છતાં આપણે કબૂલ શા માટે કરીએ છીએ? તે આપણા હિતને માટે તે કહે છે, એને કંઈ પણ સ્વાર્થ નથી. આ માસ્તર, ડૉકટર હિતને માટે કહે છે. તે વખતે એ હિતના કારણભૂત વતુ ઈચ્છા મન વચન પ્રવૃત્તિ વિરૂદ્ધ તે ઉપકાર સાથે સવીકારીએ છીએ, તમે જેમ કાયદાની બાબતમાં ધારાના જ્ઞાનથી દૂર રહેલા છે, શારીરિક બાબતમાં તેને બેધથી દૂર રહેલા છે તેથી તેનું કહેવું કરે, માને, પ્રવર્તે છે તેને ગુલામી માનતા નથી. તેમ આસ્તિક પરભવને જાણતા નથી, પરભવ સંબંધી આસ્તિકોને કમ સંબંધી, આત્માના ગુણે સંબંધી આસ્તિકને જ્ઞાન નથી. તે આત્માના ગુણેને અંગે કર્મક્ષય પરભવ સુધારવા માટે કેમ વર્તવું? ધારવું? માનવું? તે બધું તે જ્ઞાન ધરાવનારની આજ્ઞાને આધીન. અહિ પણ આસ્તિકે પરભવના જ્ઞાન કર્મ આત્માના ગુણે જ્ઞાન વગર ખરા માને તે શાને લીધે તે તેના કહેવા પ્રમાણે. તે પ્રમાણે વર્તવું ઈચ્છવું બોલવું ધારવું પડે તેને ખરાબ ગુલામી તરીકે કોણ ગણે? વકીલ કે હકીમ કે માસ્તરના કહ્યા પ્રમાણે ચાલે તેને ગુલામ કેઈ કહે છે? એના ફાયદા માટે એ બધું કરે છે. આ સર્વજ્ઞ પરમાત્મા તે માત્ર છના આત્માના ફાયદા માટે બધું કરે છે, તેને હિત શીખામણ તરીકે ગુલામી માનવી. આપણા હિત માટે કહેવાતી શિખામણને હિતશિક્ષા કહેવાય તેમ આસ્તિકે પિતાના દેવ ગુરૂ શાસનું વચન માને તે પિતાનું હિત ધારીને, તે કેવું! જેમ પેલે અસીલ સમજે કે તેને કહેવા પ્રમાણે કરાય તે ફાયદે છે, નહિ તે નુકશાન થશે. ડોકટરમાં જે હિતકારી હોય તેને અંગે તેના કહ્યા પ્રમાણે કરે પણ લગીરે વિરૂદ્ધ નહિ. રસાયણ પદાર્થ તામ્રભસ્મ આપે છે તે
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy