________________
૧૧
પુસ્તક ૨બધા નરકમાં, દેવમાં, મનુષ્યમાં ને તિર્યંચમાં તે તે તેનાં આયુષ્યવાળા જ ઉપજે છે.
આ સાંભળીને સમજનારા વિચાર કરે કે દેવતાને ભવ સ્થિતિ અને કાયસ્થિતિ કાલ એક જ છે. મનુષ્યમાં કાયસ્થિતિ ને ભવસ્થિતિમાં ફરક છે! દેવ, નારકીમાં તે ફરક નથી. દેવ નારકીને તે જે કાયસ્થિતિ તે ભવસ્થિતિ. જે ભવસ્થિતિ તે કાયથિતિ છે. કાયસ્થિતિ અને વ્યવસ્થિતિ પણ જઘન્યથી દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમ. માટે નરક ને દેવની કાયસ્થિતિ ને ભવસ્થિતિ એક જ. તે એક છે તે નારકી નારકમાં, દેવતા દેવામાં ઉપજે એ કેવી રીતે! ઉપલક દષ્ટિથી વિચારતાં જરૂર શંકા થશે. દેવતા મરીને દેવ ને નારકી મારીને નારકીપણે ઉપજતું નથી. ત્યારે અહિ કહો છે કે નારકી નારકમાં, દેવતા દેવમાં ઉપજે તે બંને કેમ મળે? વાત સાચી. પ્રશ્ન કરનારો ભૂલે છે. ખરી રીતે તો “દેવતા મરીને દેવ, કે નારકી મરીને નારકી ન થાય ” અમે એવું ક્યાં કહ્યું કે દેવતા નારકી મારીને દેવ નારક થાય, અહિ મરીને શબ્દ નથી રાખ્યો. દેવતા જ દેવતા, નારકી જ નારકી. મનુષ્ય જ મનુષ્ય, તિર્યંચ જ તિર્યંચ થાય તેમ કહીએ છીએ; પણ મરીને જ થાય તેમ નથી કહેતા.
તેમાં ફરક શો પડ્યો? તે સમજ ન પડી.
દેવતા મરીને દેવ થાય, નારકી મારીને નારક થાય, મનુષ્ય મરીને મનુષ્ય થાય, તિર્યંચ મરીને તિર્યંચ થાય. તે બંને ભાવ નારક દેવ તિર્યંચ મનુષ્યના થાય. એથી વધુ વિચારતાં એમ પણ થાય કે નારકી મારીને નારકી થયે, પા છે નારકી, પાછો નારકી. થશે તેમ દેવમાં પણ લેવું પડશે. જે “મરીને’ શબ્દ ઉમેરીએ તે સંસારનું સંસારપણું ઊડી જાય.
અહીં તે દેવતા જ દેવ, નારકી જ નારક, મનુષ્ય જ મનુષ્ય, તિયચ જ તિર્યંચ થાય. કેમ? તો એમાં સમજવાનું એટલું કે દેવ નારકી મનુષ્ય તિર્યંચ કહેવા કેને? તે તે આયુષ્યને ભેગવતા હોય તે. દેવતા દેવનું, નારકી નરકનું, મનુષ્ય મનુષ્યનું, તિર્યંચ તિર્યંચનું આયુષ્ય ભોગવતા હોય તેનું નામ દેવ, નારકી, મનુષ્ય,