________________
આગમત બાપની કરોડની મિલકત છતાં પણ ખરચાને માટે પાંચ રૂપીયાની મુશ્કેલી પડતી હોય, તેમ અહિ આગળ આપણું કેવળજ્ઞાન ત્રણે કાળમાં કાલેક સર્વને જાણનારા કોઈની વચમાં ડખેલ નહિ. અતીત, અનાગત, વર્તમાન, રૂપી, અરૂપી, દૂર, નજીક. સર્વ જાતના પદાર્થને જાણનારા આપણે તે કઈ દશામાં?
એક સ્પર્શી જાણ હોય તે ચામડા અને હાડકાની મદદ જોઈએ. ઈન્દ્રિયે ને મનની સાવચેતી વગર સ્પર્શ પણ જાણે શકીએ નહિ. આપણી રૂદ્ધિ કઈ? ને સ્થિતિ કઈ? અફીણની કડવાશ જાણવી હોય તે ચામડી ને મન મદદગાર થાય ત્યારે અફીણની કડવાશ જાણીએ. ક્યાં કેવળજ્ઞાન ને ક્યાં સ્પર્શ જાણવામાં આટલી મદદ મળે ત્યારે. કેવી કડી દશા !
આવી દશામાં રહેલે શું ન કરે. કેટવજને છોકરો હોય પરંત પાસે કેડી ન હોય તે બાપ જીવતા બમણા કરીને દેવું કરે તેમ આ જીવ પોતાના સ્વરૂપને પ્રગટ નથી કરી શક્યો ત્યાં સુધી ઈન્દ્રિએ-હાડકા–ચામડી–માંસને આધીન. તેને અનુકૂળતાએ જેટલું કરવું હોય તે કરી દે.
સ્પર્શ જાણવા માટે આંગળી, રસ માટે જીભ, ગંધ જાણવા માટે નાકને રાજી રાખે તેને માટે દેવું કરે ત્યારે જણાય. કેવળજ્ઞાનનાં કેટલાયે ભાગે સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દનું જ્ઞાન! તેને માટે આની બધી તૈયારી. પાંચે ઈન્દ્રિયને બાંધવી, વધારવી, રક્ષણ કરવું તે કોના માટે સ્પર્શાદિ માટે કેવળજ્ઞાનને માલીક એ આટલા જ્ઞાન માટે ઉપાધિમાં પડે છે.
આવી સ્થિતિને માણસ વ્યવસ્થા કરવાને લાયક નથી. આને માલિક બન્યું નથી. પોતે માલિક બન્યા હેય ને પિતાની જગ્યા માલ વગેરેની વ્યવસ્થા બરોબર ન કરે તે સરકારને મેનેજમેન્ટ મુકવું પડે. તે પછી આ જીવ કહે કે આ કબુલ કરતું નથી. હું નથી માનતે, ગણતા નથી, ને કરાયુ તે કોણ બેલે છે? અજ્ઞાની મનુષ્યનું નાનું બચ્ચું શું બેલે છે તે રીસીવરને જોવાનું ન હોય. તેમ અહિ આગળ આ બીચારા કર્મને આધીન રહેલા, અજ્ઞાનને