________________
વર્ષ–૨ પુ-૧, કૃતાર્થ થઈ ગયા હોય અને તેમાં આરાધકપણું ન હોય એમ કેઈપણ સમજદાર મનુષ્ય માની શકે તેમ નથી.
અર્થાત તે સાધુ આદિક ત્રણ પદેમાં આરાધકપણાની સાથે આરાધ્યપણું રહે છે એમ જૈન માત્રને માનવું પડે છે. ભગવાન જિનેશ્વરના આરાધકપણને જણાવનાર સૂત્ર
વળી ભગવાન તીર્થકરોને માટે પણ તેઓના દીક્ષાકલ્યાણકની વખતે સ્પષ્ટપણે સૂત્રકારોએ જણાવ્યું છે કે “અષ્ટ કર્મશત્રુનું મર્દન કરવું, ઈન્દ્રિયેનું જીતવું, રોલેક્યરંગમાં આરાધનાપતાકા રહણ કરવી, તપ અને ધૃતિમાં કટિબદ્ધ થવું, પરિષહકટકને પરાજય કરે અને તીર્થકર મહારાજાઓએ કહેલા ઉત્તમ શુકલધ્યાનમય માર્ગથી કાલેકને ઉદ્યોત કરનાર એવા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવુંઆવા અનેક પ્રકારના આશીર્વાદે જે જણાવેલા છે, તે જો ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની આરાધકદશા કઈ પણ અશે ન હોય અને સર્વથા આરાધ્ય દશાજ હોય તે તે ઘટી શકે નહિ તે સ્વાભાવિક છે. ભગવાન જિનેશ્વરેની આરાધકતા
યુગપ્રધાન શ્રતકેવલી ભગવાન ભદ્રબાહસ્વામીજી મહારાજ આચારાંગનિર્યુકિતમાં તથા ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ શ્રી પંચવસ્તુમાં તેમજ આચાર્યપ્રવર શ્રીમલધારી હેમચંદ્રસૂરીશ્વરજી વગેરે પુષ્પમાલા વગેરે પ્રકરણમાં સ્પષ્ટ શબ્દોથી જણાવે છે કે ભગવાન જિનેશ્વરેએ તે ભવમાં મોક્ષને નિશ્ચય છતાં મેક્ષની પ્રાપ્તિ માટે કર્મક્ષય કરવા તપસ્યા કરી છે.
વળી શ્રીઆવશ્યક વગેરેમાં ભગવાને કઠિન કર્મને ક્ષય કરવા માટે અનાર્ય પ્રદેશમાં ઉપસર્ગ પરીષહ વેઠવા વિહાર કર્યો એ એ વાત સ્પષ્ટ છે, તે પછી કઠિન કર્મવાળી અવસ્થામાં આરાધકપણાની સ્થિતિ ન હોય એમ શાસ્ત્રાનુસારે કેણ માની શકે?