SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ આશય જત પ્રકારનો દ્વેષ ન હોવાથી કોઈપણ જીવની ઉપર અપ્રીતિ કે અરૂચિ હતી નથી તેવી જ રીતે કેઈપણ જીવ ઉપર પ્રીતિ કે રૂચિ હતી નથી, પણ જેમ સૂર્યને મનુષ્ય કે પશુ ઉપર રાગ નહિ છતાં તેના ઉદ્યોતથી સર્વને ઉપકાર થાય તે વખતે તે તે ઉપકારને અંગે ગુણનું બહુમાન કરનાર તે તે મનુષ્ય સૂર્યની મહેરબાની ગણે તેવી રીતે શ્રીજિનેશ્વર મહારાજના તવમય ઉપદેશના પ્રતાપે જે જીવોને ઉપકાર થાય તેઓ ભગવાન જિનેશ્વરેની મહેરબાની ગુણજ્ઞપણને લીધે માને તેમાં નવાઈ નથી, અથવા ભગવાન જિનેશ્વરોએ અશરણ અને દુઃખથી પીડાયેલ જગતને દેખીને તે જગતને જન્માદિ દુઃખોથી બચાવવારૂપ દયાથી જ શાસન સ્થાપ્યું છે અને તેથી તે શાસનરૂપ કાર્યને દયારૂપ કારણને નામે ઓળખાવીને તે શાસનની સ્તુતિ કરાય તેમાં પણ નવાઈ નથી. ધ્યાનમાં રાખવું જરૂરી છે કે દુઃખી પ્રાણિઓને દુઃખ નાશ કરવાની મતિ ક્ષાયોપથમિકાગુિણરૂપ છે, પણ તે કઈપણ પ્રકારે મોહનીઆદિના ઉદયરૂપ નથી. ભગવાનના વિહાર ઉપદેશ વગેરે અભિપ્રાયપૂર્વક હોય છે, તો પછી શાસનની સ્થાપના અભિપ્રાયપૂર્વક હોય તેમાં આશ્ચર્ય નથી, જ્ઞાનના સાધનરૂપ વિચારે ન હેવાથી અહિં તેને બાધ નથી. ૨ વ્યાકરણની અપેક્ષાએ બે પદવાળા શબ્દમાં પહેલ કે બીજો કોઈપણ ઊડી શકે છે અને તેથી ભીમસેનને માટે ભીમ અને સેન એ બેમાંથી કેઈપણ શબ્દ વાપરી શકાય છે, તેવી રીતે અહિં ત્રીજા આરા માટે અત્યને દુષમાશબ્દને લેપને અને ચોથા આરા માટે આદિમાં રહેલા દુષમશબ્દને લેપ કરી બને આરાને સુષમાશબ્દથી કહેલા છે. તે યાદ રાખવા જેવું...!!! . S • દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ધર્મના રક્ષણાર્થે જવાના છે. નાશ માટે નહીં. ૦ રત્નત્રયીને આશ્રી આરાધના નિત્ય છે, પરંતુ તે વિકલ્પવાળી નથી –“પૂ. આગમ દ્વારકશ્રી અમૃતવાણીમાંથી
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy