________________
IndoornindranilrrinormournalIIII, online
સામાયિક આદિ ધાર્મિક ક્રિયાઓનું રહસ્ય
[ચાતુર્માસિક વ્યાખ્યાનને એક ભાગ વ્યવસ્થિત કરી અહી રજૂ કર્યો છે, જેમાં સામાયિકનું મહત્વ અને દાન, શીલ, તપ, અને ભાવની માર્મિકતા સરળ શિલીમાં સમજાવી છે. ખૂબ જ ધ્યાન પૂર્વક વાંચવા જેવું છે.
–.] અનુષ્ઠાને ઉદ્દેશ.
શાસકાર મહારાજાઓએ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં ચાતુર્માસક કૃત્યેના આરંભમાં સામાયિકની આવશ્યકતા દર્શાવી છે. શાસ્ત્રકારમહારાજાઓએ સામાયિકની આટલી બધી આવશ્યકતા શા માટે દર્શાવી છે? તે વિચારવાની વસ્તુ છે, સામાયિક એ આવશ્યકની પૂર્તિ સ્વરૂપે છે. આવશ્યક કાર્યોની પૂર્ણતાને માટે સામાયિક જરૂરી છે, તે હવે આવશ્યક શાસ્ત્રકારોએ કયા કયા દર્શાવેલા છે? તે વિચારવાની જરૂર છે. છ વર્ગને સમુદાય તે આવ
શ્યક છે, અને આવશ્યકની પૂર્ણતાને માટે સામાયિકની સિદ્ધિ જરૂરી છે. આ રીતે આવશ્યક કાર્યોમાં સામાયિકનું સ્થાન જરૂરનું છે. એને સહજ ખ્યાલ આવે છે. પરંતુ દેવાર્શનાદિ કાર્યોમાં પણ શાસ્ત્રકારોએ સામાયિકને સૌથી પહેલું ગણાવ્યું છે, તે એ વિચારવાની જરૂર છે કે દેવાર્ચનાદિના કાર્યોમાં સામાયિકને સૌથી પહેલે નંબર શા માટે આપવામાં આવ્યો છે? દેવાર્થન, દાન, તપ, બ્રહ્મ ક્રિયા એને સામાયિક સાથે સંબંધ નથી. જ્યારે સામાયિકને આ બધા કાર્યો સાથે સંબંધ નથી, તે પછી સામાયિક એ પહેલું કાર્ય શા માટે ગણવામાં આવે છે? એ પ્રશ્ન સહજ ઊભું થાય છે. દેવાર્ચન અને સામાયિક એ બેમાં પહેલું કેણ? એ પ્રશ્નનું નિરાકરણ કરવાની જરૂર છે?
જેઓ એમ કહે છે કે “સામાજિક્રા-જાફરા-વઘાનિ” એ કૃત્ય વ્યાજબી નથી. તેમણે સમજવાની જરૂર છે કે તેમની એ માન્યતા