SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. વર્ષ-૫ ૫-૩ સ્નેહરાગ અગ્નિ જેવે છે! - હવે તમે એ પ્રશ્ન કરશે કે તમે એ રાગને અગ્નિ જે કેમ કહે છે? ખરી રીતે જૈન ધર્મનું બધું લક્ષ્ય સાચી શાંતિ મેળવવા તરફ હોવાથી એ રાગને પાણીના જે જ રાગ કહે જરૂરી છે. ઠીક! અગ્નિને સ્વભાવ શું છે? એ વાત તે તમે જાણે જ છે. અગ્નિને સ્વભાવ એ છે કે કેઈ એને બાળી શકતું નથી, પણ અગ્નિ બધાને બાળે છે! અગ્નિમાં આવીને જો કોઈ વસ્તુ પડે તે પણ એ વસ્તુને જ નાશ થાય છે, અને અગ્નિ કોઈ વસ્તુ ઉપર જઈને પડે તે પણ તેથી એ વસ્તુને જ નાશ થાય છે! અર્થાત્ અગ્નિ જ્યાં પડે તેને બાળે છે! શુદ્ધદેવાદિકના ઉપર પણ તેઓ શુદ્ધ હેવાને કારણે તે સંબંધી જે રાગ છે તે રાગ એ છે કે આમામાં રહેલા કર્મોને જ તે બાળે છે, એથી જ એ રાગને શાસ્ત્રકાર મહારાજાઓએ અગ્નિના જે રાગ કહો છે. રાગ-દ્વેષ મોક્ષ પણ અપાવે ! રાગ અને દ્વેષના સંબંધમાં તમારે કેટલીક વાત વિચારી જેવાની છે. સઘળા જ રાગ તજવા જેવા છે, અથવા સઘળાજ પ્રકારના હે પણ તજવા જેવા છે, એમ તમે એકાંતે માની લેશે નહિ. યાદ રાખજો કે જેને મેક્ષ મેળવવો છે તેણે તે એ રાગ દ્વેષને માર્ગે જ પ્રવૃત્તિ કરવાની છે. તમે જરૂર માની લેજે કે રાગ-દ્વેષ એ મેક્ષના પણ રસ્તા છે, પરંતુ એ રાગ-દ્વેષ કયા પ્રકારના હોઈ શકે? એ વાત તમારે તપાસવાની જરૂર છે. રાગ-દ્વેષથી મેક્ષ શી રીતે? શુદ્ધગુરૂ અને શુદ્ધ ધર્મ ઉપર જેમ વધારે રાગ રાખશે તેમ તેમ તમે મોક્ષની વધારે સમીપ જશો. શુદ્ધદેવાદિ ઉપર રાગ રાખવો એ જેમ કર્તવ્ય છે તે જ પ્રમાણે મિથ્યાત્વ, અવિરતિપણું
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy