SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૫. પુ-૩ ૧૮૧ અન્નને દાણ કે સાકરને પામી નથી શકતી એ જુદી વાત છે, પરંતુ તેનું ધ્યેય તે એકાંત એ વસ્તુ પામવાનું જ રહે છે. એજ પ્રમાણે આ આત્માને અને સિદ્ધ વસ્તુને સંબંધ પણ સમજવાને છે. જ્યાં સુધી કર્મનું જોર હોય ત્યાં સુધી આત્મા સિદ્ધાવસ્તુને ન મેળવી શકે એ જુદી વાત છે. પરંતુ જે સિદ્ધવસ્તુ એ જ આત્માના લક્ષ્યમાં હોય તે જતે દહાડે પણ આત્મા એ સિદ્ધવસ્તુને મેળવી શકે એ નિર્વિવાદવસ્તુ છે. જે તમારા લક્ષ્યમાં જ અમુક વસ્તુ હોય તે આજ નહિ તે વરસો પછી પણ કુદરત તમને એ વસ્તુ મેળવી આપ્યા વિના રહેવાની જ નથી. સમ્યકત્વની મહત્તા શાસકારોએ તે એ સનાતન નિયમ વર્ણવી જ દીધું છે કે જે તમે સમ્યકત્વને પ્રાપ્ત કર્યું હોય અને પછી તમે આત્માનું જ સાધ્ય રાખીને ફરે તે કંઈ પણ શંકા વિના જરૂર તમને નવ પપમે દેશવિરતિ સંખ્યાતાસાગરેપમે સર્વવિરતિ અને એટલે જ સંખ્યાતા સાગરેપને ઉપશમ અને એનાથી સંખ્યાતા સાગરેપમે ક્ષપકશ્રેણી તથા મોક્ષ મળે જ મળે! આને તામ્રલેખ સમજે. જેમ તાલેખ કે શિલાલેખ તરીકે કરી આપેલે દસ્તાવેજ ફરતે નથી તેમ શાસકારોએ તેમેને કરી આપેલ આ દસ્તાવેજ પણ અખંડ અને અભંગ છે અને તે પણ કદી ફરે એ નથી. શાસ્ત્રમાં કેટલીક વસ્તુ બહુલતાની અપેક્ષાએ કહેવાય છે. પરંતુ આ મોક્ષના થયેયરૂપ સમ્યકત્વ પછી જણાવેલ મોક્ષ પ્રાપ્તિને કમ સર્વવ્યાપક છે. અથાત્ વ્યાકલ્પવાદે આ કમ નથી. સમકિતીની રખડપટ્ટી ન હોય? સમકતી જીવને રખડપટ્ટી પર ચઢવાનું હતું જ નથી. પરંતુ સમકતી જીવ રખડપટ્ટી પર ચઢે છે એનું કારણ એ છે કે તે પિતાના ધ્યેયને ચકી ગએલ હોય છે. એક વખત સમ્યકત્વ એનું કારણ છે, પરંતુ ચુકી ગએલે
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy