________________
ગણાઈ દેવ ગુરુ અને ધર્મ એ ત્રણે તત્વની શ્રદ્ધાનું તત્વ સમાપ્ત થતું હતું. દેશનાને કમ
આ વાત વિચારવાથી શાસ્ત્રકારોએ દેશનાના જે ક્રમ આપ્યા છે તે પણ સમજાશે
કેમકે દેશનાના ક્રમમાં શાસ્ત્રકારો જણાવે છે કેપ્રથમ શ્રમણધર્મની દેશના ઉપદેશક દેવી.
શ્રમણ ધર્મની દેશના દીધા છતાં જે તે છતા તે શ્રમણધર્મની પ્રતિપત્તિમાં પિતાની અશક્તિ છે, એમ જણાવે તે પછી તે અશક્તશ્રોતા એટલે શારીરિક કે આત્મિક શક્તિથી હીન એવો શ્રોતા એમ નહિ પણ સર્વથા પાપત્યાગ રૂપ શ્રમણુધર્મને લેવા માટે આરંભપરિગ્રહની આસક્તિને લીધે જો અશક્ત હોય તે તેને દેશવિરતિ, ધર્મને ઉપદેશ આપે.
કદાચ તે શ્રોતા વગ અગર શ્રોતા વ્યક્તિ શ્રમણધર્મ કે શ્રાવકધર્મ બન્નેમાંથી એકેક પ્રકારને ધર્મ ન અંગીકાર કરે તે તેને સમ્યકત્વની દેશના દેશકે આપવી. - છતાં કદાચ કર્મધમસંગે તે શ્રોતાવર્ગ કે શ્રોતા વ્યક્તિ શ્રમણ ધર્મ શ્રાવકધર્મ અને સમ્યક્ત્વધર્મ પણ અંગીકાર ન કરે તે માત્ર તે જીવને નરકાદિક ગતિથી બચાવવા માટે માંસ આદિથી વિરતિ કરાવે.
આ દેશનાને ક્રમ જોનારે મનુષ્ય સહેજે સમજી શકશે કે મૂલમાર્ગની અપેક્ષાએ હિંસાદિ સર્વ પાપને સર્વ પ્રકારે ત્યાગ એ દેશનાનું આઘફલ.
એમ જો ન બને તે નિરર્થકપણે થતા પાપ અને જીવનનિર્વાહમાં પણ થતા મહાપાપ છેડે અને સર્વપાપ સર્વથા છેડવા લાયક માને એ દ્વિતીયફિલ.