SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ? સાધુઓનું સંઘમાં સ્થાન છે જૈનજનતામાં શ્રીસંઘ શબ્દ એટલે બધે પ્રસિદ્ધ છે કે તે શબ્દને નહિ જાણનાર સુર્યને નહિ જાણનાર જે ગણાય, પણ સંઘશબ્દના અર્થને સમજવામાં ઘણું લેકે અણસમજ ધરાવે છે. શ્રીસંઘને ભગવાન જિનેશ્વર મહારાજાએ નમસકાર કરે છે, એ વાત સકલનસમૂહમાં પ્રસિદ્ધ છે. પરંતુ સુજ્ઞોએ સમજવું જોઈએ કે ભગવાન જિનેશ્વર મહારાજા નો સંચરણ એવું કઈ દિવસ બોલતાજ નથી, ભગવાન તે દરેક સમવસરણમાં વિરાજતાં ધર્મદેશનાની આદિમાં નો તિરથ એમ કહે છે, એટલે તેઓ. તીર્થને નમસ્કાર કરે છે. તીર્થ શબ્દને અર્થ પ્રથમ નંબરે પ્રથમ ગણધર મહારાજા છે. અને બીજે નંબરે શ્રીચતુર્વિધ સંઘ છે, તેમાં પ્રથમ ગણધર મહારાજા તે સ્વતંત્ર તીર્થ તરીકે છે, પણ શ્રી ચતુર્વિધ સંઘ સ્વયં તીર્થના અર્થ તરીકે નથી. પરંતુ તીર્થ શબ્દને સીધે અર્થ પ્રવચન છે અને પ્રવચનને અર્થ દ્વાદશાંગી છે અને તે દ્વાદશાંગી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ શ્રી ચતુર્વિધ સંઘને આધારે છે માટે આધેય જે દ્વાદશાંગી તેના નમસ્કારથી આધાર જે શ્રીચતુર્વિધ સંઘ તે નમસ્કાર કરવા લાયક ગણાય છે. રત્નને ધારણ કરનાર સેનું કે હરકેઈ ધાતુ હોય ત્યાં રત્નની કિમત થાય જ છે. તેમ દ્વાદશાંગીના મહિમાને લીધે શ્રીસંઘને મહિમા થાય છે. દ્વાદશાંગીના મુખ્ય અધિકાર યુવા મહિલા માળે િએવા શ્રી ઉપાસકદશાંગ આદિના વચનથી સાધુએજ છે માટે શ્રીસંઘમાં સાધુએજ અગ્રપદે છે તેથી સાધુ ભગવંતે હેય ત્યારેજ શ્રીસંઘ કહેવાય. –શ્રી સિદ્ધચક વર્ષ ૫ અં, ૧૩
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy