________________
વર્ષ–૨ પુ-૨
૧૩૩ સંકોચ હોય તે અધર્મ, સંકેચ ન હોય તે ધર્મ ગણ તેમ નહિ. પણ ધમ ગણવે તે માત્ર શાસ્ત્રના આધારે. ફરક કેટલે? આપણે વચનના આધારે વકતાને માનીએ. ધર્મની વ્યાખ્યામાં પાયાની ચીજ શી?
જેનો અને જૈનેતરોમાં ફરક છે. જેને વચનના આધારે વક્તાને માને છે. “વત્રવિદ્યારે વિશ્વાસ” વચન અવ્યાબાધ હોય તે માનવાને તૈયાર છીએ. “નમોડસ્તુ તૌ તવ શાસના, આપ જેવા વીતરાગ પરમાત્માના ખરેખર સ્વરૂપને અમે શાથી જાણીએ? નથી તમે અમને મળ્યા કે નથી અમે તમને મળ્યા, તેમજ તમે અમારા કુલ કે જાતિના નથી, છતાં તમને ઉત્તમ શાથી માનીએ? તે આ શાસ્ત્ર ઉત્તમ કહે છે માટે માનીએ છીએ. શાસ્ત્ર ઉત્તમ ન કહે તે માનવા તૈયાર નથી. ચાર સામાયિકના ક્રમની માર્મિકતા
તમારા જેવાના સ્વરૂપને શાસ્ત્રથી જાણતા હોઈએ તે શાસ્ત્રના સમ્યફને જાણીએ. કૃતસમકિત પહેલું આવે, પછી અસંખ્યત સાગરોપમે શ્રદ્ધા સમ્યકત્વ આવે. માટે ચૂર્ણિકાર ભગવાન કહે છે કે-નિશીથમાં શ્રત, શ્રદ્ધા, દેશવિરતિ, સર્વવિરતિ સામાયિક એ કમ દર્શાવ્યું છે.
શ્રતનું સામાયિક જીવને પહેલું મળે, ત્યાર પછી અસંખ્યાતા સાગરોપમની સ્થિતિ તેડે ત્યારે સમ્યકત્વ સામાયિક મળે. શ્રુત સામાયિક દ્વારા દેવની, ગુરૂની, ધર્મની પ્રતીતિ થાય. જૈનેતરમાં શ્રદ્ધામૂળક વિશ્વાસ છતાં પિકી દશા કેમ?
ત્યારે બીજા લોકોને “પુરૂષ વિશ્વાસે વચનવિશ્વાસ” માન. ઈશ્વર ચાહે જેવો હોય તે નથી જોવું. પણ તેને કહ્યું માટે અમારે માનવું. વેદ, ગીતા, સ્મૃતિ, શ્રુતિ તેણે કહી માટે માનવી.