________________
૧૭૬
આગમ ત હાકારની નીતિના ઉત્પાદક
એટલે તે હાકારની નીતિ તે વખતના યુગલિયાઓએ પિતાના સમુદાયમાંથી થતા નીતિના ઉલ્લંઘનને વિમળવાહન નામના આદ્ય કુલકરની આગળ જાહેર કરી અને તે નીતિના ઉલ્લંઘનનું પુનરાવર્તન ન થાય, માટે શિક્ષાથી નિયમન કરવા જણાવ્યું, તે વખતે વિમળવાહન કુલકર તરફથી હા એટલા શબ્દને ઉચ્ચારજ નીતિનું નિયમન કરવાને માટે પૂરતું છે. તે નીતિ શ્રી વિમલવાહનને સવાભાવિક કે જાતિસમરણથી ક્રુરી હોય તે અસંભવિત નથી.
સામાન્ય રીતે ઉત્તમ કુલવાળા મનુષ્યમાં કેઈપણ દંડ કે સજા તેમના કૃત્ય બદલ કરતું ન હોય, તે પણ જે તેમના કૃત્યને લેકે અનુચિત ગણે અને અરે! એટલું જ ઉચ્ચારણ કરે તે જેમ સજજડ એટલી બધી અસર થાય છે કે તેટલી અસર તેઓને ધનના નુકસાનમાં કે શારીરિક વ્યથામાં થતી નથી, તેવીજ રીતે તે યુગલિયાઓને આદ્ય કુલકર વિમળવાહન તરફથી માત્ર હા એમ કહેવામાં આવતું, તેટલા માત્રમાં તે અપરાધ કરનાર યુગલિયાને દેહાંતદંડની શિક્ષા હોય તેના જેવી સજજડ અસર થતી હતી. માકારની નીતિની જરૂર
પણ કાલક્રમે તે હાકારના કથનની અસર ઘણું એાછી થવા લાગી ત્યારે જેમ સામાન્ય રીતે સારા કુટુંબના મનુષ્યને અણસમજથી કે કેઈપણ કારણથી કાંઈ વિરૂદ્ધ કાર્ય કરવાનો પ્રસંગ આવી પડ હોય, તે તેને પ્રસંગે કુટુંબના અધિપતિઓ તે વિરૂદ્ધ કાર્ય નહિ કરવાનું સમજાવવા માટે જાય છે, અને તેવું સમજુ અને વૃદ્ધ પુરુષોનું કથન તે ઉત્તમ કુલવાળાને ઘણું જ અસર કરનારું થાય છે અને તેથી જ તે ઉત્તમ કુલવાન પુરુષ અપયશની સંભાવનાથી ન ડર્યો હોય, તે પણ તે સમજુ અને વૃદ્ધ