________________
વર્ષ-૫ ૫-૧ વિવાહધર્માદિ પણ દ્રવ્યઉપકાર
આ પ્રમાણે પ્રાસંગિક હકીક્ત જણાવ્યા પછી મૂળ હકીકતમાં આવતાં એટલું જ જણાવવાનું કે શુદ્ધ સમ્યગ્દષ્ટિપણને લાયકની વિરક્તતા ભગવાન જિનેશ્વરમાં નિયમિતપણે હેવાથી તેઓમાં વિવાહધર્માદિક કાર્યો કે જે સ્વરૂપથી સાવદ્ય છે, છતાં પણ અનુબંધથી સાવધ થયાં નથી તેનું અનુકરણ કરીને બીજાઓએ વિવાહાદિક કાર્યોમાં પરે પકારને પરહિતપણું મનાવવા તત્પર થવું નહિ
તે વિવાહાદિક કાર્યોમાં ભગવાન જિનેશ્વરોને જ આત્મા પરહિત અને પરોપકારવાળે રહી શકે છે, અને તે પણ ભગવાન જિનેશ્વરેએ તેવી રીતે કરાએલું પરહિત તે પણ શાસ્ત્રકારોએ દ્રોપકાર અને દ્રવ્યહિતની ગણતરીમાંજ ગણેલું છે.
આવી રીતે ઉપકારને અંગે વિભાગ પાડી, વિવાહધર્માદિ જે કાર્યો પરના હિતને માટે કરેલાં છે, તેવી જ રીતે ભગવાન ગષભદેવજીએ રાજ્ય ગ્રહણ કરવું અને રાજ્ય સંગ્રહ કરે વિગેરે કાર્યો પણ પરના હિતને માટેજ કરેલાં છે તેને હવે વિચાર કરીએ. પ્રભુ રષભદેવની પરેપકારિતા
ભગવાન તીર્થકરના પરોપકારિપણાને અંગે વિચાર કરતાં ભગવાન ઝષભદેવજીના અગ્નિવ્યવસ્થા, શિલ્પકર્મ અને વિવાહધર્માદિને અંગે વિચાર કર્યો, તેવી જ રીતે રાજ્યસંગ્રહને અંગે પણ વિચાર કરવાની જરૂર હોઈ દ્રવ્યપરોપકારને અંગે વિચાર કરીએ. થયેલા અને કરેલા રાજામાં ફરક
સામાન્ય રીતે જગતમાં આજ્ઞા મનાવવાને માટે રાજા થનાર મનુષ્ય અભિલાષા રાખે છે, પણ ભગવાન ઋષભદેવજીને અંગે આજ્ઞા મનાવવા માટે રાજાપણું લીધેલું નથી, પણ પ્રજાજને આજ્ઞા માનવા માટે રાજાપણું આપેલું છે.