________________
- જો કે કઈક તીર્થ કરે નરકગતિમાંથી આવેલા હોય અને તેથી તે તીર્થકરને પૂર્વભવનું અવધિજ્ઞાન અઢી, ત્રણ સાઠા , ગાઉનું જ હોય પણ વધારે ન હોય અને કાલથકી અવધિજ્ઞાન દ્વારા જાણવાની શક્તિ તે ક્ષેત્રના પ્રમાણમાં ઘણી ઓછી થાય અને તેથી તેમનું અવધિજ્ઞાન માત્ર અવધિજ્ઞાનની હયાતી ગણાવવા પૂરતું જ ગણીએ અને તેથી ત્યાં જાતિસ્મરણની જરૂરીઆત રહે, પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજ તે દશમા દેવકથી આવીને આવેલા હેવાથી ક્ષેત્ર અને કાળથકી પણ અસંખ્યાતા અવધિજ્ઞાનને તેઓ ધારણ કરનારા હતા એમ નક્કી છે તે પછી તેમને માટે જાતિસ્મરણની જરૂર શી?
કેમકે જાતિસ્મરણજ્ઞાન મતિજ્ઞાનને એક ધારણા નામને તે માત્ર છે, અને તે જાતિસ્મરણની અપેક્ષાએ તેમને પહેલું અવધિજ્ઞાન એ સામાન્ય રીતે ઘણાજ ઉંચા નંબરનું ગણાય તે પછી તે ઉંચા નંબરના અવધિજ્ઞાન દ્વારા ભગવાનનું જ્ઞાનીપણું જણાવ્યા પછી જાતિસ્મરણ દ્વારા જ્ઞાનીપણું જણાવવાની જરૂર શી? મતિ, શ્રત અને અવધિજ્ઞાન કરતાં જાતિ મરણનું આંશિક મહત્વ
આ બાબતમાં શાસકારે સ્પષ્ટપણે શંકા-સમાધાન કરતા નથી, 'પણ શાસાકારની રીતિએ વિચારીએ તે માલમ પડશે કે જે સાધુએ સાધુપણાના ભાવમાં શ્રુતકેવલી કે દેશપૂર્વધર જેવી દશાને ધારણ કરનારા હેય છે, તેઓ કાલધર્મ પામીને જ્યારે તેમાં જાય છે, ત્યારે તેઓને ને કે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન નિયમિત થાય છેછતાં તેઓને પિતાના પહેલા ભવને કરેલા ચીર પૂર્વ કે દશ પૂર્વને અભ્યાસને ખ્યાલ હેત નથી, તેથીજ શાખા દેવભવમાં પૂર્વાદિ શ્રુતજ્ઞાનના સ્મરણને સર્વથા નિષેધ જ કરે છે, પણ મનુષ્યભવમાં વર્તતા મનુષ્યને પહેલાંના દેવકના ભવની તે પહેલાંના મનુષ્યભવમાં સાધુપણું લઈ જે દશ પૂર્વ કે ચૌદ