________________
૩૦૦
આગમત નહિ પણ આવશ્યકનિક્તિની અને તેની ઉપર બનેલા મૂળભાષ્ય અને ભાષ્યની તે ગાથાઓને ગાથાએ તેમની તેમજ કોઈ પણ ફેરફાર વિનાજ દાખલ કરેલી છે, સામાન્ય સમજણ રાખનારે પણ બુદ્ધિમાન મનુષ્ય જે આ આવશ્યકનિયુક્તિ અને ભાષ્યને તથા તે મૂલાચારની ગાથાઓને દેખીને વિચારે તે સ્પષ્ટ માલમ પડે તેમ છે કે તે મૂલાચારમાં લીધેલી તે તે નિર્યુક્તિ, મૂલભાષ્ય અને ભાષ્યની ઉપાડી લીધેલી ગાથાઓ તેવા પૂર્વાપર સંબંધવાળી નથી કે જે સંબંધ આ આવશ્યકનિયુક્તિ, મૂળભાષ્ય તથા ભાષ્યમાં બંધ બેસતે છે. વકરસ્વામીને મૂલાચાર? - જો કે તે વટ્ટકેર સ્વામીએ તે મૂલાચાર ગ્રંથને આચારાંગસૂત્રને વિચ્છેદ થઈ ગયેલું યાની તેને સ્થાને ગોઠવવા માટે જ આ મૂલાચાર ગ્રંથ બનાવે છે, અને તેથી જ તે ગ્રંથનું નામ મૂલાચાર તેઓએ રાખેલું છે, પણ ગણધર મહારાજાએ કરેલા આચારાંગસૂત્રનું એક પણ પદ, વાક્ય, ગાથા કે પ્રકરણ તેમની માન્યતા પ્રમાણે તે વખતે વિદ્યમાન ન હતું, અને તે મૂલાચારે ગ્રંથ રચતે તે વદૃકેરસ્વામીએ તે મૂલાચાર ગ્રંથમાં તે પદ, વાક્ય કે ગાથા લીધાં હોય તેમ જણાવ્યું નથી અને લીધેલાં પણ નથી, અર્થાત આચારાંગસૂત્રને સર્વથા વિચ્છેદ થએલે માની લઈ, તેને સ્થાને આચારની મહત્તાથી દેરાઈ ગયેલા વટ્ટકેરસ્વામીએ મૂલાચાર ગ્રંથ બનાવ્યા. આચારાંગનું કાંઈપણ અનુકરણ તેમાં તેઓએ કર્યું નહિ, કેમકે તેઓને તે ગણધર ભગવાનના વચનેને તે સર્વથા વિચ્છેદજ માને છે અને તેથીજ આચારાંગનું અનુકરણ ન થઈ શકે તે સ્વાભાવિક જ છે, કેમકે અનુકરણ તેનું જ કરી શકાય કે જે વસ્તુ મૂળરૂપ વિદ્યમાન હોય. વકરસ્વામીએ આચારાંગને વિરછેદ માનીને તે તેને સ્થાને ગણધર મહારાજે કરેલ આચાર કહેવાતું હતું, જ્યારે આ વટ્ટકેર સવામીએ તે મૂલાચાર એવું મટી મહત્તા જણાવનાર નામ મૂલાચાર નામને કલ્પિત ગ્રંથ બનાવ્યું, તેની પહેલાં તેમના