SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ અસંખ્ય ગે એ બધામાં એકજ ગ છે કે જે માટે ખુબ ખુબ જ્ઞાની, મહાત્માઓને પણ લખવું પડયું છે. દર્શન-જ્ઞાન અને ચાસ્ત્રિના. ફળ મેળવેલા કેઈ દિ ફોગ પણ જાય. દર્શન આવેલું પણ ચાલ્યું જાય. જ્ઞાન મેળવેલું પણ ઉંધુ પરિણમે-ચારિત્ર આવેલું પણ નાશ પામે. પરંતુ કરેલી વૈયાવચ્ચનું ફળ કદી જ અફળ જતું નથી. આ બધું ધ્યાનમાં રાખજે. તમારી દરેક ક્રિયા પ્રત્યે ધ્યાન રાખે. તે આપોઆપ તમને સમજાઈ જશે. ભગવાનને કોણ માની શકે? આ સંબંધમાં ભગવાન ગૌતમસ્વામી ભગવાન મહાવીર મહારાજીના મોઢાથી–એક વાકય બોલાવે છે. ભગવાન કહે છે કેગ્લાનની-માંદાની માવજત કરનારે હોય તે જ મને માનનારે, અને મને માનનારા હોય તે જરૂર માંદાની માવજત કરનાર હોય. આવી રીતે આચાર્ય મહારાજે વૈયાવચ્ચને ઉદ્દેશી ઉપદેશ આવે એટલે બધી વસ્તુઓ પડવાવાળી બની પણ જાય છે, પણ વૈયાવચ્ચ એ એવી વસ્તુ છે કે જે નિષ્ફળ જાય નહિ. ચક્રવર્તી છ ખંડને લીક કહેવાય, જેને દેવતાઓ પણ ન જીતી શકે તેટલી બધી તાકાત એક ધરાવતા હોય પણ તેઓ પણ વૈયાવચ્ચવાળા જીતી શક્યા નહિ. આચાર્ય મહારાજે વૈયાવચ્ચને અંગે જે વસ્તુ જણાવી તે અને દ્રષ્ટાંત-ભરત, બાહુબળીજી પણ પાંચે યુદ્ધમાં ચક્રવતીને જીતી ગયા છે. એ વસ્તુને સાંભળવાથી પણ કલ્યાણ થાય છે. તે કાળમાં આજના જેવી વાડાબંધી હતી નહિ, એક ભાઈને વૈયાવચ્ચનું પચ્ચકખાણ હતું. ઉપાશ્રયે પણ હતા. રોજ દરેક ઠેકાણે વૈયાવચ્ચ કરી આવતા. આ અંગે પૂ. આચાર્યશ્રીએ લંબાણથી દ્રષ્ટાંત આપ્યું હતું.
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy