________________
વર્ષ ૪-૫, ૩
૨૨૧ - હવે એ ભાગ્યના પ્રભાવમાં આપણી પિતાની સ્થિતિ પિતાપણામાંજ રહે તે માનવ જન્મની કિંમત આપણને ન જ થાય. જેમ પાદશાહ સાહેબીમાં જન્મે, સાહયબીમાં ઉછર્યો, અને સાહેબીમાં વર્તે તેવા સુખી પાદશાહને દરિદ્રની દશાને વાસ્તવિક ખ્યાલ કયાંથી આવે? જગતની સમગ્ર દ્રષ્ટિએ જે લેવામાં આવે-વિચાર કરવામાં આવે તે જ વાસ્તવિક સ્થિતિ સમજી શકાય. પિતાની સ્થિતિને જગતની દ્રષ્ટિએ વિચાર કરવા માટે,
અત્રે પાદશાહ અને દુબળા ભીખારીનું ખાજાનું દ્રષ્ટાંત આપ્યું હતું. - મનુષ્યપણુની કિંમત !
બાદશાહ જ સુખમાં, ઉછર્યો સુખમાં અને વ સુખમાં. જેથી તેને બીજાની દારિદ્રતાની કીંમત નથી. તેમ આપણે મનુષ્યજન્મ પામ્યા છીએ પણ મનુષ્યપણામાં, અને વર્યાં છીએ પણ મનુષ્યપણુમાં. આથી આપણને મનુષ્યપણાની કિંમત નથી આવતી.
આપણી જાતની અપેક્ષાએ ચાલીએ તે મનુષ્યજન્મની કિંમત નથી. પરંતુ જ્યારે જગતની દ્રષ્ટિએ ચાલીએ, તપાસીએ, ત્યારે જ મનુષ્યભવની વાસ્તવિક કિંમત માલમ પડે. જ્યાં સુધી આપણે જગતની દ્રષ્ટિએ ન જોઈએ ત્યાં સુધી મનુષ્યભવની કિંમત આપણને ન સમજાય, જેમ ખાવાની મુશ્કેલી પાદશાહને માલમ નજ પડી અને તે સંબંધી દ્રષ્ટાંત આપણે પહેલાં વિચારી ગયા છીએ.
તમે જે રીતે જમ્યા છે અને હાલ જે સ્થિતિમાં છે, તે જોતાં મનુષ્યભવની કિંમત ન જ સમજી શકે તે બરાબર છે. એથી તમે સો કેઈ પિતાને નહિ જોતાં જગતની દ્રષ્ટિએ જોતાં શીખે. જેને જીવ કેને માને?
ન જીવશબ્દને કેટલે વ્યાપક માને છે? અને અને એ જીવ શબ્દને કેટલે સંકુચિત રાખે છે અને શું લેવાના? કીડી-મંકોડી વિગેરે હાલતા-ચાલતા જેથી શરૂઆત કરવાના. પૃથ્વી-વાય-વનસ્પતિ, આદિ કા એ નહિ લઈ શકે.