________________
તે સિવાય તેને બીજી સંજ્ઞા નથી. લાકડાના ચુંબનીયામાં, લુગડામાં, અંગુઠામાં કયે રસ? જેમ કે ઢોર, કાંઈ ન હોય તેય મેટું ઘાલે, પછી કંઈ ન હોય તે પાછું કાઢે શાને અંગે? તે ખાવાના સંસ્કારેજ ને.
જેમ સંજ્ઞીપણામાં તત્કાલ જન્મની સ્થિતિ બતાવી. જેવા આપણે માતાની કુખમાં આવ્યા ત્યારે પિતાનું વીર્ય અને માતાનું રૂધિર તે બે લીધા. પછી કહે કે પહાડમાંથી નીકળતી નદીઓ પહેલ વહેલી પાંચ આ ગળીઓ જેટલી નથી હતી. તે પણ વધતાં સમુદ્રો થાય. તેમ છવ શું કરે છે? માટે નિર્યુક્તિકાર કહે છે કે “તેવા જ તૈજસ શરીરને લીધે. - શરીર પાંચ કહી દઈએ છીએ. પણ તે બેલવું તે સમજણ વગરનું, કેમ? સાત આઠ વરસને કરે છે તેને સંગ્રહણી રેગ થયા. વૈદને બતાવ્યું, તેને સંગ્રહણી કહી તે રમત રમત પાડોશીને ત્યાં ગયે. પાડોશીએ પૂછયું કે વૈદ આવ્યા હતા તે શું કહી ગયા.? તે કહે કે સંગ્રહણી આ શબ્દ સાચે છે છોકરે તે બોલે છે. છતાં સંગ્રહણીની ભયંકરતા છોકરાને માલમ પડી નથી, તેમ આપણે તેજસ શરીર શાસકારે કહ્યું તે આપણે પણ તૈજસ કહ્યું તેમ બીજાને કહી દીધું.
મનુષ્યને ઔદારિક તેજસ કામણ હોય. તેજસ-બેલી દઈએ. એકે સંસારી એવું ન હોય કે જેને તેજસ કામણું ન હોય, તે બેલી દીધું. પરંતુ તેજસની ભયંકરતા ખ્યાલમાં ન લીધી. અનાદિ કાળની આ સળગતી ભઠી જેમ દુનિયામાં અગ્નિ મળેલાને બાળે છે. અને બળવાવાળાને પકડે, જે પકડમાં આવ્યું તેને બાળે અને બીજું પકડવા તૈયાર થાય. તેમ તૈજસ મળેલ ખોરાક પરિણમા અને નવા ખેરાકને માંગે પણ પરિણામ ન જુવે.
શરીર પાંચ મણનું હોય અને રાક શેરને હાય, છતાં ભુખ લાગી હેય તે શરીરમાંથી કાંઈ કામ લાગે છે? તે નથી લાગતું.