________________
વર્ષ ૪-૫,૨
૧૩૭
પેલા શેઠે ચાપડા જોયા ત્યારે માપ ૩૬૦૦૦, રૂપીયા આપીને મરી ગયા. તે શીલકમાં જોયા. પછી ચાપડા તપાસતા ગયા. તેમાં ૯૦૦૦, રૂપીયા એવી જગા પર ધીર્યાં છે કે જેઓ મરી ગયા અને તેના ખારડાં પણ રહ્યાં નથી.
આગળ વધ્યા માલમ પડયું કે હજાર એવી જગા પર ધીર્યા કે દેવાદાર કહે કે તારું દેવું કબુલ? પણ આજનું પેટ ભરવા તું આપતા જા! તે હું જીવતા રહીશ અને ભરી દઈશ.
રૂ સાત હજાર શાહુકારમાં લેણા છે. સાંકળ ખખડાવે તેમાં સાત હજાર લેણા, આસામી સારા.
સાત હજાર જુદા જુદા તેમાં એક એક રૂપીયે લેા, એક ખરચે ને એક મળે. આ પ્રમાણે જોયા પછી શેઠનું કાળજુ શાંત રહે કે કાતરાઈ જાય.
તેનું ચાહે જે થાય પણ આપણ્ણા વિચાર કરી કે આપણે આ શરીરરૂપી જન્મની દુકાન માંડી. તેમાં શીલક કેટલી હતી તેા છત્રીશ હજાર ૩૩૦૦૦, ની તેમાં વીશ-પચીશ વર્ષે ખાવા-પીવામાં દસ ગાઠીયા કરવામાં ગયા. આવતા ભવમાં શું મેળવવું ? તે સારા કેમ થાય? તેના વિચાર નહિ. અઢાર વર્ષની ઉંમરે ન સમજે તા તે અઢાર વર્ષના દહાડા ગયા. અઢાર વર્ષે ગયા તેનું નામ નિશાન કર્યુ ? આપણી પાસે.
આગળ ચાલીએ જ્યાં સાઈઠ, પાંસઠ વર્ષી થશે ત્યાં શું. મહારાજ! વાત ખરી છે. આત્માને જ્ઞાન જરૂરી છે. વાંચુ છું તા આંખમાં પાણી આવે છે. સાંભળું છું તે આંખમાં ઝોકાં આવે છે ગેાખવા બેસું છું તે આખા દહાડામાં ગાથા થતી નથી. તેથી નહિં જ્ઞાનના, દનના અને ચારિત્રના ! સાઠે પાંસઠ વર્ષ વાળા કામના નહિ. એટલે વીશ હજાર રહી જવાના.
વચ્ચે વીશ, પચીશ વર્ષની જુવાની તે હાથમાં ઉપયોગ લઈ શકે. એક દિવસ જાય ત્યારે બીજો દિવસ આવે. પણ એક સાથે