________________
આત્મ-વ્યાપકતા એ પર્યવસાનમાં નાસ્તિકતા :
તેમની આ દલીલના પર્યાવસનમાં એમ માનવું જ પડે કે જ્ઞાનનું ઉત્પન્ન થવું કે ટકવું એ મનના આવવા, રહેવા અને જવા ઉપર જ આધાર રાખે છે, તે પછી તેઓને જરૂર એ વિચારવું પડશે કે એક સ્થાને એક આત્માને થયેલું જ્ઞાન અન્ય સ્થાને તે આત્મા કેમ સંભારી શકે? કેમકે આત્માની સર્વવ્યાપકતા હેવાથી માત્ર દેહ અને મનનું જ પર્યટન થાય છે. અને તેથી મન પ્રાણ તવું જ્ઞાન ને સ્થાને થાય એમ માની લઈએ, પણ જુના સ્થાને થયેલું જૂનું જ્ઞાન કેમ સંભારી કેમ? કેમકે નવે સ્થાને રહેલા આત્મામાં તે જ્ઞાન થયું જ નથી.
વળી સ્વર્ગ, નરક વિગેરેમાં આત્માને જવાની વાત તે પણ તેઓના શાસ્ત્રોમાં કહેવી છતાં યથાર્થ રીતે માનવી મુશ્કેલ પડે છે. વળી તેઓ આત્માને જ્ઞાનના સ્વભાવવાળે ન માનવા હેવાથી જ મેક્ષમાં ગએલા આત્માઓને જ્ઞાન હોય એમ માની શકતા નથી. જે તેઓ આત્માને જ્ઞાનસ્વભાવવાળે માને તે જ મુક્ત થયેલ આત્માને પણ જ્ઞાન માની શકે. " આમા અને જ્ઞાનને જોડનાર
પણ તેઓએ આત્માને જ્ઞાનસ્વભાવવાળે નહિ માનતાં જ્ઞાનના આધારભૂત આત્માને માને છે અને જ્ઞાનને આત્માથી જ માનવાના લીધે આત્માને તેની સાથે સંબંધ કરવા એક સર્વવ્યાપક સમવાય નામને સંબંધ કલ્પી લેવે પડ્યો છે, પણ તે સમવાય નામને સંબંધ સર્વવ્યાપક અને એક માનવાથી સર્વ આત્માઓમાં સર્વજ્ઞાનના સમવાયે માનવાની ફરજ પડી અને તેવી જ રીતે આકાશાદિ અચેતન પદાર્થોમાં પણ જ્ઞાનને સમવાય છે એમ માનવાની જરૂર ઉભી થઈ . એટલે સ્પષ્ટ થયું કે આત્માથી જ્ઞાનને જુદુ માન્યું, આત્માને સર્વવ્યાપક બન્ય, જ્ઞાનને એકદેશમાં રહેલું માન્યું અને એક