________________
કાર્યાલય, મહેસાણાના સંચાલક શ્રી કીર્તિકુમાર કુલચંદ પટવા (દિલીપ નેવેલ્ટી સ્ટેર), મહેસાણુ, તેમને સહયોગ આપનાર શ્રી સેવંતીભાઈ શાન્તિભાઈ શાહ બરવાળાના ધર્મપ્રેમની પણ ભૂરિ ભૂરિ અનુમોદના કરી કૃતાર્થતા અનુભવીએ છીએ.
અમારા આ વખતના પ્રકાશનમાં અમદાવાદનું વાતાવરણ અશાંત છતાં ટૂંક વખતમાં ૪૦ ફર્માનું છાપકામ ઝડપી અને સુંદર કરી આપવા બદલ વસંત પ્રિન્ટિંગ પ્રેસના અધિપતિ શ્રી જયંતિ ભાઈ દલાલ તથા મેનેજર શ્રી શાન્તિભાઈ શાહના ધર્મપ્રેમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ.
આ ઉપરાંત અમારા પ્રકાશનના કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર દરેક પુણ્યશાળી મહાનુભાના ધર્મ નેહની હાર્દિક અનુમોદના કરીએ છીએ.
છેવટે પ્રસ્તુત પ્રકાશનમાં જાયે અજાયે મતિમંદતાથી કે ક્ષપશમની વિચિત્રતાથી જિનાજ્ઞા, પરંપરાથી કે પૂ. આગમ દ્વારકા શ્રીના આશયથી વિરૂદ્ધ કંઈ થયું હોય તે સંબંધી ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ હાર્દિક મિન્ગચ્છામિ દુક માંગવા સાથે સુજ્ઞ વિવેકી તત્વરૂચિ પ્રણ્યાત્માએ આ પ્રકાશનમાં પૂ. આગમન દ્વારકશ્રીની તત્વનિષ્ઠાભરી શૈલિથી રજુ કરાએલ સામગ્રીને સદુપગ ગુરૂનિશ્રાએ પિતાનું જીવન સ્વાર કલ્યાણકારી બને એ હાર્દિક કામના.
કાપડ બજાર, મુ. કપડવંજ (જિ. ખેડા) વીર વિ. સં. ૨૪૯૬ વિ. સં. ૨૦૨૫ આસો વદ ૫
વિનીત
સંધ સેવક } રમણલાલ જેચંદભાઈ શાહ
કાર્યવાહક | શ્રી આગામે દ્વારકા જેન ગ્રંથમાળા