________________
પુસ્તક ૧-લું
૫૯ એટલે પરિષહથી હારી જવાને લીધે સાધુપણું પળાતું નથી અને ભરતની લજજાએ ઘેરે પણ જવાતું નથી તે કેવી રીતે હવે જીવનનિર્વાહ કરે એવી વિમાસણમાં મરીચિકુમાર પડે તે સ્વાભાવિક છે.
વર્તમાનમાં કેટલાક સાધ્વાભાસે સંયમના મૂળગુણે નહિ પાળતાં ઘરે જવું અનુચિત ગણુ પાપાચરણેને પિટલે માથે ચઢાવે છે તેવી રીતે વર્તવું મરીચિકુમારને એગ્ય ન લાગે તે સ્વાભાવિક છે.
આવા કેઈપણ કારણથી તે મરીચિએ વ્યવહારથી સાધુપણાથી ભિન્ન વર્તાવ જણાવવા સાથે બની શકે તેટલે પાપને પરિહાર રાખવાને વિચાર કર્યો અને તેથી જ તે મરીચિકુમારે દેશવિરતિમાર્ગમાં દાખલ થઈ શકે તેવું વર્તાવ અને પરિવ્રાજકને વેષ આદર્યો. મરીચિની શુદ્ધ પ્રરૂપણ
જગતના સ્વાભાવિક નિયમ પ્રમાણે તે પરિવ્રાજકને ભગવે વેષ વિગેરે નવીન હોઈ તે તરફ લોકે દિક્ષા અને જિજ્ઞાસાદિક ધરાવે તે સ્વાભાવિક છે, અને તેથી જ સંયમમાર્ગને શુદ્ધ રીતે પાલન કરનારા શ્રમણનિ પાસે લેકેને જે દરોડે પડે, તેના કરતાં અધિક લેકોને દોડે તે મરીચિકુમાર પાસે પડવા લાગ્યા. આ દરેડે કેવળ સામાન્ય મનુષ્યને હતું એમ નહિ, પણ મેટા મોટા રાજકુમાર વિગેરે મહર્ધિક મનુષ્ય પણ તે નવીનતાની દિક્ષા અને જિજ્ઞાસા ધરાવતાં તેની પાસે ટેળાબંધ આવતા હતા પણ તે મરીચિકુમાર તે સર્વની જિજ્ઞાસાની તૃપ્તિ કરતાં સમ્યગ જિનેશ્વર મહારાજના નિરૂપણ કરેલા માર્ગને જ તેઓ જણાવે છે અને સ્વાભાવિક રીતિએ બનવું શક્ય છે, તેમ તે લેકે તેમની નવીનતાને પ્રશ્ન કરતા હતા.
જગતમાં સામાન્ય રીતે શુદ્ધ માર્ગને શુદ્ધ માર્ગ તરીકે અને અશુદ્ધ માર્ગને અશુદ્ધ માર્ગ તરીકે નિરૂપણ કરે તે મુશ્કેલ નથી પણું પિતાની જાતને અંગે આવી પડતા પ્રશ્નમાં પિતાના અશુદ્ધ વર્તનને અશુદ્ધ વર્તન તરીકે જાહેર કરે એ ઘણું જ અશકય છે.