________________
પુસ્તક ૧-લું મળી જઈશું એવી બુદ્ધિએ તે ગામથી વિહાર કરી આગળ ચાલ્યા. આગળ ચાલતાં ચાલતાં તે મુનિ મહારાજાએ ભયંકર જંગલમાં ભૂલા પડ્યા અને માને કે શ્રી નયસારની ભવિતવ્યતા જ જાણે સમ્યક્ત્વ દેવા માટે તેમને ખેંચી લાવતી હોય તેવી રીતે તે મુનિ મહારાજાએ જંગલના જે કિનારે તે નયસાર આવેલ છે તેજ કિનારે તે મુનિ મહારાજાએ પણ માર્ગ ભૂલવાથી આવી ચડ્યા.
જંગલથી તે મુનિ મહારાજાઓ જે વખતે બહાર આવ્યા છે અને ભવિષ્યના ભગવાન એવા શ્રી નયસારને જે વખતે તે મુનિ મહારાજાઓ દેખવામાં આવ્યા છે તે વખતે તે મુનિ મહારાજાઓની અવસ્થા દેખીને તેમ જ તેમનું વિદેશીપણું અને જે જંગલ તે મુનિ મહારાજાઓ ઉતર્યા છે તેનું અત્યંત વિકટપણું કે જે વિકટ જંગલમાં શસ્ત્રધારી પણ એકાકી વિચારી શકતા નથી.
વળી પરિશ્રમથી થયેલ પરસેવાથી રેબઝેબ થએલા, ભયના ભણ કારાથી ભરાએલા, ક્ષુધા અને તૃષાથી અત્યંત વ્યાકુળ અને પરદેશી એવા સાધુઓને તે નયસારે ઝાડની વિકટ ઘટાઓથી ભરપૂર એવા સ્થાનમાં મધ્યાહ્નકાળે દેખ્યા, અર્થાત તે સાધુઓ મધ્યાહ્નકાળ સુધી અજાણયા જંગલમાં ભૂલા પડ્યા છતાં કેવી રીતે હેરાનગતિ પામ્યા હશે અને તેમની કેવી અવસ્થા થઈ હશે તેની આપણને કલ્પના આવવી પણ અશક્ય છે, તેવી રીતે હેરાન થએલા પરદેશી જંગલ ઓળંગીને આવેલા મુનિ મહારાજાઓને દેખીને નયસાર જે અનુ કંપા ભાવમાં પ્રવેશ કરે છે તે તેના આત્માની સંસ્કૃત દશા જણાવે છે. નયસારમાં મેલબીજની સંગતિ
શાસ્ત્રકારોએ મેક્ષના બીજ તરીકે તત્વને અદ્વેષભાવ જણાવ્યું છે, તે અહીં નયસારમાં પણ બરાબર ઘટે છે. જે તે નયસારને જૈન સાધુને અંગે અષભાવ ન હોત, પણ વર્તમાન યુગના વીરશાસનના વીર કહેવડાવનારા મહાનુભાવે સર્વજ્ઞ શાસનમાં વર્તતા છતાં માત્ર વિચારભેદને સહન નહિ કરતાં કંઈ પણ જૈન વ્યક્તિ કે જેનના નાના બાળકને પણ ન છાજે તેવા મારે,