________________
પુસ્તક ૧-લું બાળવાનાં લાકડાં જેવી સામાન્ય ચીજ માટે જંગલમાં જવાની ઈચ્છા સ્વપ્ન પણ કરે નહિં. - આ ઉપરની હકીકત વાંચવા ને વિચારવાથી વાચકને નયસાર તલાટીના જીવનને આછો ખ્યાલ જરૂર આવશે. આવી રીતે જીવન વહેનારા નયસાર તલાટી કે જે ભગવાન મહાવીર મહારાજને જીવ છે તેમનું જંગલમાં, ઉનાળામાં, મધ્યાહ્ન વખતે રહેવું થયું તેવા વખતમાં ભવિતવ્યતાએ કે ઉત્તમ સંગ મેળવી આપ્યું? અને નયસારનું પરોપકારીપણું કેવી રીતે ઝળક્યું? એને વિચાર હવે કરીએ. નયસારની નિર્મળ મનોવૃત્તિ
ભગવાન મહાવીર મહારાજને જીવ જે નયસાર તે તલાટીની પદવીમાં છતાં પણ ન્યાયને પ્રાણ સમાન ગણનાર હોવાથી તેમજ સ્વમહેનતથી મળવાવાળી ચીજને માટે પૈસાને વ્યય કરી કરીને ભારે નહિ કરનાર હોવાથી જગતમાં બેકારીની બૂમનું કારણ તે બનતું ન હતું, અને તેથી બાળવાના લાકડાં પણ મૂલ્યથી કે બળાકારથી લેવાનું તેણે પસંદ કર્યું ન હતું, એટલું જ નહિ પણ ઉના ળાના સખત તાપની વખતે પણ લાકડાં કાપવા જતાં કઈ પણ અન્ય મનુષ્યને બળાત્કારથી કે વેઠથી જોડે લીધા નથી.
કેટલીક વખતે ન્યાયને ડેળ કરનારા અધિકારીઓ ન્યાયને ડળ કરવાની ખાતર જ કેટલાંક કાર્યો પિતાને હાથે કરે છે, પણ તેમાં બીજા લેકેને એટલા બધા સંડે છે કે તે સરકારી કરે કે ઈતરને વેઠ કરતાં પણ તે સંડેરામણ ભારે થઈ પડે, પણ આ નયસાર તેવા ડેળઘાલુ અધિકારીઓની માફક પોતે પિતાની જોડે કેઈ પણ ઇતર રાજકીય નેકર કે પ્રજાજનને તે લાકડાં કાપવાના કાર્યમાં જોડે સંડેવ્યા નથી, પણ તે નયસાર એકલે જ ઉનાળા સરખા સખત ગરમીના દિવસેમાં જંગલમાં લાકડાં કાપવા નીકળી પડ્યો છે.