________________
આગમત સાચી કેળવણું એટલે?
આપણે ઉપર કેળવણીના વિભાગે જોઈ ગયા, ને તેમાં બેટી કેળવણીનું કાર્ય પણ પ્રસંગે પાત જેવાઈ ગયું, પણ સાચી કેળવણીનું કાર્ય હજુ સુધી ચર્ચાયું નથી. તેથી તે અત્રે ચર્ચાએ સાચી કેળવણી તેજ કહી શકાય કે જે કેળવણીથી
કેળવણી લેનાર મનુષ્ય. દિનપ્રતિદિન માતપિતાની ભક્તિમાં વધતે હોય. પૂજ્ય અને ધર્મની આકાંક્ષા દિવસનુદિવસ વૃદ્ધિગત થતી જાય. દુર્ગતિ અને પાપથી હમેશાં ડર પામતે રહે. કેઈ પણ ભેગે કોઈ પણ જીવને ઉપકાર કરવા તૈયાર રહે. પિતાની જીંદગીના નાશના પ્રસંગમાં આવતાં પણ બીજાઓના અપકારને માટે ઈચ્છા કરે નહિ.
ધર્મનાં દરેક સાધનને પ્રીતિપૂર્વક વધાવી લે.
શુદ્ધ પ્રરૂપક, પંચમહાવ્રત પાલક ગુરુમહારાજની તરફ અનન્ય પ્રેમ ધારણ કરે.
શ્રી જિનેશ્વર મહારાજ, તેમની મૂર્તિઓ અને તેમનાં મંદિરે અને આગને ધર્મનાં અદ્વિતીય સ્થાન ગણે.
તેથી જગમાં પ્રસિદ્ધ એવા ધર્મના મૂળબીજ રૂપ તીર્થોને બચાવવાને માટે તન, મન, ધનથી તૈયાર થાય.
કોઈપણ મનુષ્યને ધર્મનું પ્રવર્તન કરવામાં તૈયાર રહે. અભક્ષ્યના ભક્ષણથી અને અપેયના પાનથી હંમેશાં દૂર રહે. હિંસાદિ પાથિી જેનું હૃદય કંપતું રહે. ધમીઓની હાંસી કરે નહિ. વિશ્વાસઘાત કરે નહિ. યથાશક્તિ ધાર્મિક ક્રિયાનું પ્રવર્તન હંમેશાં રાખે. દીન અને અનાથને ઉદ્ધાર કરે.