SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત કરવાથી જ ધર્મને ઉદય થાય. આવી શંકા ન કરવાનું કારણ એજ કે જે જે ધર્મનાં કાર્યો છે તે માત્ર નિમમત્વભાવથી થતાં હોવાને લીધે અનુમોદના કરવા ગ્ય છે, પણ તે ધર્મકાર્યોને અંગે મમત્વભાવ પૂર્વક જે અર્થોપાર્જનાદિકનાં પાપ થાય તેને અનુમોદના કરવા લાયક કહી શકાય જ નહિ. વિમળશા મંત્રી વિગેરેનાં યુદ્ધ, લુંટ આદિ કાર્યોને કઈ પણ શાસ્ત્રકારોએ ધર્મ તરીકે ગણવેલાં જ નથી. શું તમને એ વાત યાદ નથી કે શાસ્ત્રકારે કેવળ ધર્મને માટે પણ દ્રવ્યોપાર્જન કરવાની ના પાડે છે? જ્યારે એકલા ધર્મને માટે જ પેદા કરાતું દ્રવ્ય નિષેધ્ય ગણાય તે પછી જે હુન્નરકળા દ્રવ્ય ઘણે ભાગે ઉદરપૂતિ કે દ્રવ્યપાર્જનને માટે હોય, કેઈક વખત જ માત્ર તેને સદુપગ થતું હોય, તેટલા માત્રથી જ તેને ધર્મ તરીકે ગણનાર કે ગણાવનાર મનુષ્ય શાસ્ત્રકારના મુદ્દાથી કેટલે બધો દૂર જાય છે, તે તમે સહેજે સમજી શકશે. સાપેક્ષપણે વ્યાવહારિક શિક્ષણને આડકતરો ઉપદેશ કેમ? ઉપરોક્ત વિવેચનથી શંકા થશે કે જ્યારે ધાર્મિક શિક્ષણ સિવાયનું બધું શિક્ષણ સ્વરૂપે પાપરૂપ છે અને તેવી કેળવણી ખોટી કેળવણું જ કહેવાય તે પછી તેવી કેળવણીનું પિષણ કેટલાક મહાત્માઓ કરે છે, તે કેમ કરતા હશે? આવી શંકા ન કરવાનું કારણ એ જ કે જેમ કરે નાની ઉંમરમાં હોય ત્યારે દવાના ગુણને સમજો નથી, પણ મિષ્ટાન્નને જ માત્ર સારું ગણે છે, ત્યારે તેનાં હિતૈષી માતપિતાએ તે છેકરાના રોગને નિવારણ કરવાને માટે ઔષધ દેવાની લાગવાળાં છતાં તે છોકરો એકલે ઔષધ ન લે તે તે ઔષધને ગેળ સાકરમાં ભેળવીને અગર તે મિષ્ટાનની લાલચ આપીને છેક રાને ઔષધ આપે છે. જો કે છેક રોગી હોવાથી તેને થેડું પણ મિષ્ટાન આપવું, એ માબાપને રૂચિકર લાગતું નથી, છતાં છોકરાને તેવી સમજણ ન હોવાથી તેમજ છોકરે મિષ્ટાન વગર
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy