________________
પુસ્તક ૩-જુ ઉત્તમકુળ, ઉત્તમજાતિ, પંચેન્દ્રિય પરિપૂર્ણતા અને દેવગુરૂની જેમ વાઈ પામ્યા છતાં ભવિતવ્યતાને વળગે એ હસી પાત્ર છે. નિગોદમાં ભવિતવ્યતા સિવાય બીજો આધાર ન હતો. પણ ઉદ્યમ કરવાને લાયક થયા પછી ભવિતવ્યતા પર બેસી ન જવાય. ભવિતવ્યતા કેવી છે?
એક મનુષ્ય જંગલમાં ભૂલે પડ્યો, આંખે ગઈ, પાણી પીવા જતાં ઘેનની ચીજ ખવાઈ ગઈ આગળ ચાલતાં પડી જવાથી ઢીંચણ ભાંગી ગયા. આ મનુષ્ય માર્ગ પર કઈ રીતે આવે ? - બિચારો જંગલમાં મરી જવાને એમ જ કહી શકાય. એવામાં કેઈ એ વિદ્યાધર કે દેવતા આકાશમાં જતે હેય, એને દયા આવે અને માર્ગ પર મૂકી દે તે કાંઈ અસંભવિત નથી આ સાંભળીને ઈરાદા પૂર્વક જાણી જોઈને તમે જંગલમાં જાઓ, આંખે ફેડે, ઘેનની ચીજ ખાઓ ને પગ ભાગે નહિં જ! કંઈ દરદીઓના રોગો મટે છે એ ધારીને રોગ ઊભું કરવાનું કે તૈયાર નથી. આંધળા લૂલા અને બેભાનનું માર્ગમાં આવવું થયું, તે પણ આપણે આંધળા લુલા કે બેભાન થવા તૈયાર નથી. એ રીતે ભવિતવ્યતા સાહજિક રીતે નિગદમાંથી જીવને ઉંચે લાવે-પણ હવે તેને ભૉસે પુરૂષાર્થ હીન ન રહેવાય ! ચૂક્યા એટલે હતા ત્યાંના ત્યાં
બીજી વાત સૂક્ષમ એકેન્દ્રિય નિગોદમાં ફરીને આ જીવ નહિ જ જાય, એવું કેઈએ લખી આપ્યું નથી. પ્રમાદી બન્યા, દેવ-ગુરૂધર્મની જોગવાઈ છતાં તેને હારી ગયા. તે આપણે માટે પણ ત્યાં જવાનું બંધ થઈ ગયું નથી.
અહીં આવીને પણ ઉત્તમ માર્ગ કે આત્મ કલ્યાણની દિશા ચુક્યા ને પાછા પડ્યા તે દશા શી?
ભગવાન શ્રી મહાવીર દેવ જેવા કથક અને ગણધર દેવશ્રી