________________
આગમત દિવસે “હા...હા....આજે પારણને દિવસ છે” એમ કહી બધાને એકાસણાનું પચ્ચ૦ કરાવે અને વાપરવાની વખતે “મારે હમણાં નથી વાપરવું” વગેરે છલભર્યા શબ્દથી પારણું ન કરે અને પછી ઉપવાસ કરી લે, આ જાતની વિસંવાદી નીતિથી જ્ઞાનીઓના શબ્દમાં તરણ તારણહાર શ્રી તીર્થંકર પરમાત્માના ઉચ્ચ કેટિને આરાધક જીવ પણ છથી છટકીને ઠેઠ પહેલે ગુણઠાણે પટકાણુ, સ્ત્રી વેદ બાંધ્યું.
બીજાઓ એકાંતર કરે, હું અદમ કરું એટલે જરા વધારે કર્યું લાગે, આમાં સૂક્ષમ રીતે વિચારતાં ધર્મ કરવાની તીવ્ર રૂચિ છતાં બીજાને પાછા પાડવાની નિકૃષ્ટ મનેદશાએ જ ભાંગડે વાં.
આવી મનોદશાના પરિણામે જ મિથ્યાત્વ જેવી ભયંકર સ્થિતિમાં અને તેમાં પણ અનંતપાપના ઉદયે બંધાતા સ્ત્રીવેદની ભૂમિકાએ એ મહાપુરૂષને પહોંચવું પડયું. મિથ્યાત્વની મામિક વ્યાખ્યા
અહીં એક વાત એ પણ સમજવા જેવી છે કે–મિથ્યાત્વ એ પરિણતિની મલિનતા રૂપ છે. ડાકેરજીની છાપની જેમ કે-ગાંધીની દુકાને બંધાતા પડીકાની જેમ મિથ્યાત્વ કે સમ્યક્ત્વ સંભવે નહીં પણ પરિણતિની મલિનતા કે શુદ્ધિ એ મિથ્યાત્વ-સમક્તિની નિશાની છે.
એટલે સમજવાની વાત એ છે કે-સહવર્તી સાધુઓને ઉપવાસનું પારણું કરાવી પોતે શબ્દ-છલ કરી પારણાના દિવસે અને બીજે દિવસે તે ઉપવાસ છે જ એમ કરી અક્રમ કરે છે. આ જાતની વિચારધારામાં પરિણતિની મલિનતા કેવી થઈ હશે? અક્રમ કરે એ કંઈ ખરાબ કામ નથી કે તે માટે પરિણતિ મલિન થઈ કહેવાય. તીર્થકરના જીવની થયેલ ભૂલ પરથી સમજવા જેવું
અહીં જ જિનશાસનની સૂક્ષ્મતાને ભાસ થાય કે તીર્થંકર પ્રભુના જીવે પણ પ્રભુ શાસનની મર્યાદામાંથી જરાક બહાર પગલું મૂક્યું કે કર્મ સત્તાનું એકઠું આવી ભરાવું.