________________
વ્યાખ્યાન ૧૧. નિર્યુક્તિકાર મહારાજ શ્રુતકેવલી આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજા તથા વ્યાખ્યાકાર શ્રી શીલાંકાચાર્ય મહારાજ શ્રી શ્રી સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પાંચમા અધ્યયનની વ્યાખ્યાના પ્રસંગે ચોથા અધ્યયનમાં પચ્ચની જે વાત જણાવી છે તેની અધિકારીતાના વિવેચનમાં જણાવે છે કેજૈન-જૈનેતરની માન્યતામાં અંતર
જૈન કે જેનેતર ચાહે તે શૈવ, વૈષ્ણવ, બૌદ્ધ, વૈશેષિક કે નૈયાયિક ગમે તે આસ્તિક દર્શનકાર હેય પણ બધા નિયમને માને છે. હિંસા આદિ પાપના નિયમને બધા આસ્તિક દર્શનવાળા માને છે. છતાં જેને અને જેનેતરની ધારણમાં ફરક ઘણે છે.
જેને હિંસાદિના ત્યાગને મહાવ્રત રૂપે માને છે. બીજા નિયમ તરીકે માને છે. એમાં કંઈ માત્ર શબ્દને જ ફેર છે એમ નહીં
કેમકે ભાવાર્થ એક હોય તે ખાલી નામભેદથી ઝગડે કરવાને રહેતો નથી. પરંતુ જૈન-જૈનેતરમાં પાયાને ફરક એ છે કે જૈનેતર નિયમ થાય એટલે પુણ્ય થયું કે ધર્મ કર્યાનું માને છે. જ્યારે જેને નિયમને આત્માને ધર્મ રૂપ માની સ્વભાવની નજીક જવા રૂપ કર્તવ્યનું પાલન માને છે.
જૈનેતરોએ આત્માના બુદ્ધિ સુખ દુખ પ્રયત્ન આદિ ગુણે માન્યા છે. જ્યારે જેનેએ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય ઉપગ આદિ ગુણે માન્યા છે. જેની દષ્ટિએ પચ્ચર ફરજ રૂપ છે
એટલે જેને તે જ્ઞાનાદિ છ બાબતને આત્માની પિતાની ચીજ માને છે. એટલે ચારિત્ર પણ આત્માની પિતાની ચીજ માને છે