________________
૫૪
આગમત પરિણામી કારણ તરીકે લઈએ તે ભવ્ય શરીર તરીકે નિક્ષેપ ગણી શકીએ, પણ વિશેષ કરીને તે એકભાવિક આદિ અવસ્થાને અતિરિત ભેદમાં દાખલ કરવી સુગમ પડશે.
ઉપર જણાવ્યા પ્રમાણે શરીર અને આત્માનું કથંચિત્ અભેદપણું ગણી સચેતન અને અચેતન શરીરને પરિણામી કે ઉપાદાના કારણ માની શરીર કે ભવ્ય શરીર નામના દ્રવ્યનક્ષેપોમાં લઈ જઈ શકીએ, પણ ત્રિલેકનાથ જિનેશ્વર ભગવાન કે તેમની પ્રતિમા વિગેરેની સ્નાદિકથી કરાતી પૂજા અતીત કે અનાગત કાળમાં પરિણામી કારણ ન બનવાથી તેને વ્યતિરિક્તનિપામાં જ દાખલ કરવી પડશે. - જેકે ત્રિલોકનાથની આજ્ઞાપાલાનરૂપ કે સંયમ અનુષ્ઠાનરૂપ ભાવપૂજાની પ્રાપ્તિને માટે કરાતી સ્નાત્રાદિક સાધનેવાળી પૂજા તે દ્રવ્યપૂજા ત્યારે જ કહેવાય છે કે જ્યારે પૂજન કરનારે ભવ્ય આત્મા આગળ જણાવીએ છીએ તેવી સદ્ભક્તિપૂર્વક જ ત્રિલેકનાથની સ્નાત્રાદિક દ્વારાએ પૂજા કરે. પૂજકની સભક્તિનું મહત્વ
દ્રવ્યપૂજાથી પૂજનાર પણ ભવ્ય આત્માએ પૂજા કરવાના વિચારની સાથે જ ત્રિલેકનાથને અંગે આવા વિચાર કરવા જોઈએ:
ત્રિલેકનાથ જિનેશ્વર ભગવાન પિતાના આખા ભવમાં કેઈના પણ ઉપકાર તળે દબાતા નથી. જિનેશ્વર ભગવાને જન્મથી જ સ્વતંત્ર–અપ્રતિપાતી મતિ, કૃત અને અવધિ એવા ત્રણ જ્ઞાનવાળા હોય છે. સંયમની પ્રાપ્તિ પણ તેઓશ્રીને બીજા કોઈના ઉપદેશથી થતી નથી, પરંતુ તેઓને પોતાના આત્માથી જ સંયમ લેવાની ભાવના થાય છે. લોકાંતિકેની ધર્મ પ્રવર્તાવવાની વિનંતિનું રહસ્ય
લોકાંતિક દેવતાએ તેઓશ્રીને સંયમ લેવા જે વિનંતિ કરે છે, અને “સંયમ રહણ કરી બીજા ને પણ ચારિત્રપ્રાપ્તિનું