________________
પ્રકાશક તરફથી.....
•
.
.
.
પરમતારક આગમ દ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગત જૈનાચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવતના તાત્તિવક વ્યાખ્યાનના સંકલનરૂપ ત્રિમાસિક રૂપે પ્રકટ થતા “આગમ જ્યોત”ના બીજા વર્ષના ચાર અંકે પુસ્તકાકારે છે. વાચકોના કરકમલમાં મુકતાં પરમ આનંદ અનુ. ભવીએ છીએ.
વિ. સં. ૨૦૨૩ ના કાવ. ૬ના રોજ પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી માણિક્યસાગરસૂરીશ્વરની મંગલનિશ્રામાં તેઓશ્રીની પ્રેરણાથી પૂ. આગમ દ્વારકશ્રીના અપ્રકાશિત વ્યાખ્યાનેના વ્યવસ્થિત સંગ્રહ રૂપે “આગમ ત” ત્રિમાસિકની યેજના વિચારાયેલી અને અમારી ગ્રંથમાળાના મૂળ પ્રેરક વિદ્વર્ય મુનિરત્નથી સૂર્યોદયસાગર જી મ. અને પૂ. મુનિશ્રી અભયસાગરજીમને આનું સંપાદન સંપાએલું. તદનુસાર ગત બે વર્ષમાં સંપાદક મુનિશ્રીએ વિવિધ , પ્રયાસપૂર્વક લેકગ્ય શિલિયે વ્યવસ્થિત કરી પૂ. આગામે દ્ધારક આચાર્ય ભગવંતના તાત્વિક વ્યાખ્યાને ઉપરાંત આગમ રહસ્ય, દીવાદાંડીનાં અજવાળાં, ગુરૂચરણમાંથી મળેલું અને સાગરનાં મોતી વિભાગ તળે રૂચિકર ઉપયોગી અનેક અદ્દભુત-અજ્ઞાત સામગ્રી આપી છે.
ચતુર્વિધશ્રીસંઘના આધ્યાત્મિક વારસાને સમૃદ્ધ બનાવનાર અનેક મહત્વના પદાર્થો આ સામગ્રીમાંથી અનેક પુણ્યાત્માઓને મળી શક્યા છે.