________________
પુસ્તક ૧-લું આરાધના તે કાર્ય અવસ્થાને આરેપ કર્યા સિવાય કેવળ કારણ અવસ્થાની અપેક્ષાઓ રહેલી દ્રવ્યતાને ઉદ્દેશીને જ છે. જીવ નહિ લેતાં ભવ્ય શરીર લેવાનું કારણ
જેકે જ્ઞશરીર નામના આગમ થી દ્રવ્યનિક્ષેપાના ભેદમાં મહાપુરુષનું શરીર નિજીવ હેવાથી શરીરપ્રધાનતાએ નિક્ષેપે કર્યા સિવાય છૂટકે ન હતું, પણ ભવિષ્યના તે જન્મના પર્યાયની અપે. ક્ષાએ કરાતા ભવ્ય શરીરરૂપી આગમ દ્રષ્યનિક્ષેપામાં શરીરની નિજીવતા ન હોવાથી તેમ જ ભવિષ્યના પર્યાયના કારણપણે પરિણમનારે ભવ્ય શરીરપણે ગણાતા શરીરને અધિષ્ઠાયક આત્મા હેવાથી ભવ્ય શરીરના નામે નિક્ષેપ કરવા કરતાં ભવ્ય આત્માના નામે નિક્ષેપ કરવો તે સ્થલ દષ્ટિએ વ્યાજબી ગણાય.
ભવિષ્યના પર્યાયની વખતે શરીરપણે પરિણમનારા પુદ્ગલનું ભવ્યશરીરપણું જે તેઓને જીવે ગ્રહણ કરેલા ન હેત તે કઈ
સ્થાને કહેવામાં આવ્યું ન હોત. માટે ભવ્ય શરીર નામને નાઆગમ દ્રવ્યભેદ કરવા કરતાં બીજે જ કેઈ ભવ્ય પર્યાય ભવ્ય આત્મા ભવ્યાવસ્થા એ બીજે જ ભેદ કરવું જોઈએ, પણ આત્મા વિદ્યમાન છતાં તે આત્માને ભવ્ય શરીર ભેદમાં ન લેતાં તેના શરીરની સુખતાની અપેક્ષાએ ભવ્યશરીર નામને ભેદ કરે તે કેમ ઉચિત ગણાય?
આ વસ્તુના સમાધાનમાં એટલું જ કહી શકાય કે જેમ ભૂતકાળના સમ્યગ્ગદર્શનાદિક વિશિષ્ટ પર્યાનું કારણ તે તે મહાપુરુષના આત્મામાં છતાં જ્ઞશરીર નામના આગમ ભેદના દ્રવ્યનિક્ષેપામાં વ્યાવહારિક દષ્ટિને આગળ કરી વાસ્તવિક અને અંતરંગ કારણ આત્માને મુખ્ય ન ગણતાં તે પર્યાયના કારણભૂત શરીરને જ મુખ્ય ગડ્યું છે તેવી રીતે અહીં ભવ્ય શરીર નામના આગમ દ્રવ્યનિક્ષેપામાં પણ વ્યાવહારિક દૃષ્ટિથી શરીરને જ મુખ્યપદ આપવામાં આવેલ છે અને ખરૂં તેમ જ અંતરંગ કારણ એ આત્મા તેને ગૌણ પદ આપી ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપે શરીરની અપેક્ષાએ જ નિક્ષેપે જણાવ્યો છે.