________________
છછછછછછછે હું ઉઘ મ કે ઉદ્યો ગ? . . ૨ મા ર્મિક પ્રશ્નોત્તરી
Carncar * moral વિ. સં. ૧૯૮૧નું ચાતુર્માસ પૂ. આગમ દ્વારકશ્રીનું અજીમગંજમાં બાબુ લેકેના આગ્રહથી થયું, પૂજ્યશ્રીની દેશનાશક્તિથી ચાતુર્માસ દરમ્યાન ઘણુ ધર્મકાર્યો થયેલા.
તે પ્રસંગે ગાંધીજી બંગાલના ગામડાઓમાં સ્વદેશી, અહિંસક ચળવળ, સત્યાગ્રહ આદિના પ્રચારાર્થે ફરતા ફરતા અજીમગંજ બાબુલના હૈયામાં પોતાની વાત જચવવા આવેલા.
તે વખતના બાબુઓ એટલે સર્વ રીતે સંપન્ન, તેઓએ ગાંધીજી ની વાત એગ્ય રીતે સાંભળી પણ અંતરમાં ગમી નહિ.
એટલે પૂ. આગમોદ્ધારકશ્રીની વ્યાખ્યાન શક્તિથી પ્રભાવિત બનેલા તે બાબુ લેકેએ ગાંધીજીને આચાર્ય મહારાજ પાસે લાવી પૂ. આચાર્ય મહારાજની સચોટ તર્કબદ્ધ શૈલીથી ગાંધીજીને પ્રભાવિત કરી દેવા ધાર્યું.
તે રીતે બાબુલેકે પૂ. આચાર્ય મહારાજ પાસે બપોરના સમયે ગાંધીજીને લઈ ગયા.
પૂ. આગમ દ્વારકશ્રી તે વખતે સાધુએને કંઈક શીખવાડતા હતા. ગાંધીજી પ્રણામ કરી બેઠા. પછી શિષ્ટાચારની વાત પત્યા પછી ગાંધીજીએ સાધુઓને ભણાવવા વગેરે પ્રવૃત્તિને અનુલક્ષી ટકેર કરી કે –
આપ જેવા વિદ્વાન ધર્મગુરુઓએ સમાજને ગ્ય દરવણી આપવી જોઈએ. આજે સમાજમાં સાવ ઉદ્યોગ ઘટી ગયા છે. ગૃહઉદ્યોગની પ્રેરણા આપવી જોઈએ.