________________
પુસ્તક ૩
૭૦થઈ ગયા છતાં સામાયિકચારિત્ર કે દેપસ્થાપનીય ચારિત્રના આચારને પાળવાની ઈચ્છાવાળા એવા મંદબુદ્ધિ આદિ જેને માટે અને દૃષ્ટિ વાદના અભ્યાસનું પાત્ર નહિ એવી સ્ત્રીઓના ચારિત્રના પાલનને. માટે આચારાંગસૂત્ર પૂર્વેની પછી રચાયું છતાં તે આચારાંગને પ્રથમ મૂકવામાં આવ્યું, અને તેથી જ સિદ્ધાંતના પ્રાકૃતપણાના ગુણને જણાવતાં સ્ત્રી વિગેરેના વિશેષણ તરીકે રાત્રnifક્ષor એ પદ શાસ્ત્રકરેએ વ્યાપકપણે રાખેલું છે, એટલે આચારની અપેક્ષાએ આચારાંગની સર્વ અંગોમાં અને પૂર્વ કરતાં પણ પહેલી સ્થાપના કરી તેની માફક પ્રતિદિન ઉભય સંધ્યાએ કરવાનું હોવાથી તે આવશ્યક સૂત્રને પહેલું સ્થાન મળે તેમાં કઈ જાતનું આશ્ચર્ય જ નથી.. અધ્યયનમાં આવશ્યકની પ્રથમતાનું સૂચન
વળી આ આવશ્યકસૂત્ર એટલી બધી અભ્યાસની અપેક્ષાએ સ્વતંત્રતા ધારણ કરનારું છે કે એમાં વં ના કહા વિગેરે અતિદેશને જણાવનાર એક પણ પદ નથી, અર્થાત આવશ્યક અને ઉવવાઈજી વિગેરે અંગ અને ઉપાંગ આદિ સૂત્રોમાં પૂર્વ વાવ વિગેરે અતિદેશ કરનારાં સૂત્રે હેવાથી જેમ અભ્યાસમાં અન્ય આગમના અભ્યાસથી આશ્રિતપણું રહે છે, તેમ આ આવશ્યકસૂત્રના અભ્યાસમાં અન્ય સૂત્રના અભ્યાસનું આશ્રિતપણું નથી. આ અભ્યાસની દષ્ટિએ વિચારતાં આવશ્યકની પ્રાથમિક અભ્યાસની સ્થિતિ સમજવાવાળે કર્યો મનુષ્ય આવશ્યકની મહત્તાને નહિ સમજે? અને વિશેષાવશ્યકકાર જિનભદ્રગણિક્ષમાશ્રમણજીએ પણ આgs વિગેરે કહી આવશ્યક સૂત્ર અને તેના અર્થનું દેવું તથા તેનું સર્વ સૂત્ર અને અનુયોગની આદિમાં જ જણવેલું છે તે સ્પષ્ટ જ છે.
(અપૂર્ણ),
-
-*
આ પુસ્તક શ્રી આગદ્ધારક ગ્રંથમાળા, કપડવંજ માટે શ્રી વસંત પ્રિન્ટીંગ પ્રેસ-ઘીકાંટા રોડ, અમદાવાદ છાપ્યું.